૧ એપ્રિલથી ટેક્સના નવા નિયમો: જાણો શું બદલાયું?
નવા ટેક્સ એક્ટ ૨૦૨૫ હેઠળ ફોર્મ-૧૬ ના સ્થાને ફોર્મ-૧૩૦ અને HRA ના નિયમોમાં મોટા ફેરફાર.

૧ એપ્રિલથી ટેક્સના નવા નિયમો

૧ એપ્રિલથી ટેક્સના નવા નિયમો
આજથી દેશમાં નવું નાણાકીય વર્ષ શરૂ થઈ રહ્યું છે, જેની સાથે જ ભારતની ટેક્સ સિસ્ટમમાં ધરખમ ફેરફારો અમલી બન્યા છે. સરકારે જૂના જટિલ નિયમોને દૂર કરી કરદાતાઓ માટે પ્રક્રિયા સરળ બનાવવાના હેતુથી નવો આવકવેરા કાયદો રજૂ કર્યો છે.
ફોર્મ-૧૬ ના બદલે હવે 'ફોર્મ-૧૩૦'૧ એપ્રિલ, ૨૦૨૬થી એમ્પ્લોયરો હવે ફોર્મ-૧૬ ઇશ્યૂ કરશે નહીં. તેના બદલે વધુ વિગતવાર માળખું ધરાવતું 'ફોર્મ-૧૩૦' આપવામાં આવશે. આ ફોર્મમાં પગારનો બ્રેકઅપ, કપાત અને TDS/TCS ની સંપૂર્ણ વિગતો વધુ સ્પષ્ટતા સાથે જોવા મળશે. આ ઉપરાંત, હવે 'ફાઇનાન્શિયલ યર' અને 'એસેસમેન્ટ યર' જેવા અલગ શબ્દોને બદલે માત્ર એક જ 'ટેક્સ યર' (Tax Year) શબ્દનો ઉપયોગ થશે.
HRA અને અન્ય ભથ્થામાં મોટી રાહતપગારદારો માટે સૌથી મોટા સમાચાર એ છે કે અત્યાર સુધી માત્ર મુંબઈ, દિલ્હી, કોલકાતા અને ચેન્નાઈ માટે મળતી ૫૦% HRA કપાત હવે અમદાવાદ, પુણે, બેંગલુરુ અને હૈદરાબાદ માટે પણ લાગુ થશે. અન્ય શહેરો માટે આ મર્યાદા ૪૦% રહેશે.
એજ્યુકેશન એલાઉન્સ: બાળક દીઠ શિક્ષણ ભથ્થું દર મહિને રૂ. ૧૦૦ થી વધારીને રૂ. ૩,૦૦૦ અને હોસ્ટેલ ભથ્થું રૂ. ૩૦૦ થી વધારીને રૂ. ૯,૦૦૦ કરવામાં આવ્યું છે.
મીલ કાર્ડ: સોડેક્સો જેવા મીલ કાર્ડ પર કરમુક્તિની મર્યાદા રૂ. ૫૦ થી વધારીને રૂ. ૨૦૦ પ્રતિ ભોજન કરવામાં આવી છે.
ગિફ્ટ વાઉચર: કંપની તરફથી મળતા ટેક્સ-ફ્રી ગિફ્ટ વાઉચરની મર્યાદા રૂ. ૫,૦૦૦ થી વધારીને રૂ. ૧૫,૦૦૦ કરાઈ છે.
રોકાણ અને ટ્રેડિંગ પર અસરશેરબજારમાં F&O (ડેરિવેટિવ્ઝ) ટ્રેડિંગ કરનારાઓ માટે ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) માં વધારો કરવામાં આવ્યો છે. ઓપ્શન્સ પર હવે ૦.૧૫% ટેક્સ લાગશે. સોવરિન ગોલ્ડ બોન્ડ (SGB) ના કિસ્સામાં, માત્ર મૂળ સબ્સ્ક્રાઇબર્સને જ મેચ્યોરિટી પર ટેક્સમાં છૂટ મળશે; જેઓ સ્ટોક એક્સચેન્જ પરથી બોન્ડ ખરીદશે તેમને કેપિટલ ગેઈન ટેક્સ ચૂકવવો પડશે.
અન્ય મહત્વના ફેરફારોપ્રોપર્ટી ટ્રાન્ઝેક્શન: NRI પાસેથી મિલકત ખરીદતી વખતે હવે ખરીદનાર પોતાના PAN કાર્ડથી જ TDS ભરી શકશે, TAN નંબરની જરૂર રહેશે નહીં.
અકસ્માત વળતર: મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (MACT) દ્વારા મળતા વળતર પરના વ્યાજને સંપૂર્ણપણે ટેક્સ ફ્રી કરવામાં આવ્યું છે.
સિંગલ ડિક્લેરેશન: ડિવિડન્ડ કે વ્યાજની આવક પર TDS ન કપાય તે માટે હવે ૧૫G કે ૧૫H ફોર્મ સીધું ડિપોઝિટરી (NSDL/CDSL) ને સબમિટ કરી શકાશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?