નેવી કર્મીએ પ્રેમિકાને પતાવી લાશ ફ્રિઝમાં છૂપાવી
વિશાખાપટ્ટનમમાં પરણિત નેવી કર્મીએ લગ્નના વિવાદમાં પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી.

નેવી કર્મીએ પ્રેમિકાને પતાવી લાશ ફ્રિઝમાં છૂપાવી

નેવી કર્મીએ પ્રેમિકાને પતાવી લાશ ફ્રિઝમાં છૂપાવી
આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં દિલ્હીના શ્રદ્ધા વાલકર હત્યાકાંડ જેવી જ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભારતીય નેવીમાં કાર્યરત એક પરણિત અધિકારીએ તેની પ્રેમિકાની નિર્મમ હત્યા કરી લાશને ફ્રિજમાં છુપાવી દીધી હતી. આ લોહીલુહાણ ખેલનો ખુલાસો થતા જ સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે.
લગ્ન માટે દબાણ કરતા કરી હત્યા
મળતી માહિતી મુજબ, આરોપી નેવી ઓફિસર પહેલેથી જ પરણિત હતો, તેમ છતાં તે એક અન્ય યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો. મૃતક યુવતી સતત લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી.
શનિવાર અને રવિવારની વચ્ચે કોઈ સમયે બંને વચ્ચે આ બાબતે ઉગ્ર ઝઘડો થયો હતો. આવેશમાં આવીને નેવી ઓફિસરે તેની પ્રેમિકાનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી.
હત્યા બાદ પકડાઈ જવાના ડરથી આરોપીએ લાશનો નિકાલ કરવા માટે તેને ફ્રિજમાં છુપાવી દીધી હતી. લાશમાંથી દુર્ગંધ ન આવે અને કોઈને શંકા ન જાય તે માટે તેણે આ રસ્તો અપનાવ્યો હોવાનું
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. જોકે, આસપાસના લોકો અથવા તો યુવતીના પરિચિતોને શંકા જતા પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસે કરી ધરપકડ
વિશાખાપટ્ટનમ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ફ્રિજમાંથી યુવતીનો મૃતદેહ કબજે કર્યો હતો. પોલીસે નેવી ઓફિસર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે.
ફોરેન્સિક ટીમે પણ ઘટનાસ્થળેથી નમૂના એકત્ર કર્યા છે. હાલમાં પોલીસ એ તપાસ કરી રહી છે કે શું આ હત્યામાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ હતી કે કેમ અને શું લાશના ટુકડા કરવામાં આવ્યા હતા કે કેમ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?