દવાના નામે મોત વહેંચવાનું કાવતરું!
મુંબઈ પોલીસે 14,900 ઝેર મિશ્રિત કેપ્સૂલ જપ્ત કરી,30,000 લોકોને મારવાનો હતો પ્લાન

AI જનરેટેડ

AI જનરેટેડ
Muharram Poison Capsule Conspiracy in Mumbai : દેશની આર્થિક રાજધાની મુંબઈમાંથી એક કથિત કાવતરાનો પર્દાફાશ થયો છે. જેણે આખા દેશમાં સનસનાટી મચાવી દીધી છે. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર, મુહર્રમ જુલૂસ દરમ્યાન મોટી સંખ્યામાં લોકોને કથિત રીતે ઝેરી કેપ્સૂલ આપી ટાર્ગેટ બનાવવાની તૈયારી થઈ રહી હતી. આ મામલામાં આરોપી ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજીની ધરપકડ કરવામાં આવી છે.પ્રાથમિક તપાસ અનુસાર, આરોપી કથિત રીતે મુહર્રમ જુલૂસમાં સામેલ લોકોને દર્દ નિવારણ દવા બતાવીને કેપ્સૂલ વેચવાનો પ્લાન બનાવી રહ્યો હતો. તપાસમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કેપ્સૂલમાં ઝિંક ફોસ્ફાઈડ જેવા ઝેરી રસાયણ નાખેલા હતા. જે જીવલેણ સાબિત થઈ શકે છે. તપાસ એજન્સીઓએ આરોપીના કબજામાં 14,900 શંકાસ્પદ ગોળીઓ જપ્ત કરી છે. એટલું જ નહીં, તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપીએ 30,000 ગોળીઓનો ઓર્ડર આપ્યો હતો અને કથિત રીતે 50 કિલોગ્રામ ઝિંક ફોસ્ફાઈડ મગાવવાની તૈયારી પણ હતી. આ ખુલાસા બાદ એજન્સીએ આ સમગ્ર નેટવર્ક અને સંભવિત કાવતરાના દાયરાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.
કેવી રીતે સામે આવ્યું સમગ્ર કાવતરું?
પોલીસને વહેલી સવારે એક વ્યક્તિની તબિયત બગડ્યાની માહિતી મળી હતી.તપાસ દરમિયાન જુલૂસમાં એક શંકાસ્પદ વ્યક્તિ કેપ્સૂલ વહેંચતો હોવાનું સામે આવ્યું.તેને તાત્કાલિક કસ્ટડીમાં લેવામાં આવ્યો અને પૂછપરછ શરૂ કરવામાં આવી.પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસે મોટી સંખ્યામાં કેપ્સૂલ કબજે કરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, કેપ્સૂલમાં ઝેરી પદાર્થ હોવાની શંકા છે અને તેની ફોરેન્સિક તપાસ કરાઈ રહી છે.
14,900 કેપ્સૂલ જપ્ત, 30 હજાર બનાવવાનો હતો લક્ષ્ય
14,900 શંકાસ્પદ કેપ્સૂલ જપ્ત કરવામાં આવી.તપાસમાં 30,000 કેપ્સૂલ તૈયાર કરવાનો ઈરાદો હોવાનું સામે આવ્યું.દરેક કેપ્સૂલમાં ઝેરી પદાર્થ મિશ્રિત હોવાની શંકા છે.
કેપ્સૂલ કોઈને વહેંચાય તે પહેલાં જ કાર્યવાહી કરવામાં આવી.સેન્ટ્રલ રીજનના ડીસીપી જયંત મીણાના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીનું નામ ફૈયાઝ પ્રેમજી છે અને તે પુણેના વિમાન નગરનો રહેવાસી છે.આરોપીએ BBA સુધીનો અભ્યાસ કર્યો છે અને તે પેઇન્ટનો મોટો બિઝનેસ ધરાવે છે. પૂછપરછમાં ખુલાસો થયો છે કે તેણે 50 કિલો 'ઝિંક ફોસ્ફાઇડ' (ઉંદર મારવાનું ઝેર) ઓર્ડર કર્યું હતું અને થોડા દિવસોથી પોતાના છુપા અડ્ડા પર દરેક કેપ્સ્યુલમાં એક-એક ગ્રામ ઝેર ભરી રહ્યો હતો. પોલીસના દરોડા દરમિયાન આરોપી પાસેથી આવી 14,900 નંગ ઝેરી કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવી છે.આરોપીનો પ્લાન જુલૂસમાં સામેલ આશરે 30,000 લોકોને આ કેપ્સ્યુલ ડિસ્ટ્રિબ્યુટ કરીને ટાર્ગેટ કરવાનો હતો, પરંતુ તે પોતાના મનસૂબામાં કામયામ થાય તે પહેલા જ દબોચી લેવાયો હતો.
આરોપી વિશે શું સામે આવ્યું?
પ્રાથમિક માહિતી મુજબ આરોપી પુણેનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે.પોલીસે તેના પ્રવાસ,સંપર્કો અને ઝેરી પદાર્થ ક્યાંથી મેળવ્યો તે સહિતના મુદ્દાઓની તપાસ શરૂ કરી છે. તપાસ એજન્સીઓ તેના અન્ય કોઈ સાથીદારો છે કે નહીં તેની પણ તપાસ કરી રહી છે.પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે સમયસર કાર્યવાહીથી સંભવિત મોટી દુર્ઘટના ટાળી શકાયી છે. હાલ કેસમાં ફોરેન્સિક તપાસ,ડિજિટલ પુરાવા અને આરોપીના સંપર્કોની ચકાસણી કરવામાં આવી રહી છે.પોલીસનું કહેવું છે કે કાવતરાનો હેતુ અને સમગ્ર નેટવર્ક બહાર લાવવા માટે તપાસ ચાલુ છે.
ફોરેન્સિક તપાસનું મહત્વ
જપ્ત કરાયેલી કેપ્સૂલને લેબોરેટરીમાં મોકલવામાં આવી છે.તેના રાસાયણિક વિશ્લેષણ બાદ જ સત્તાવાર રીતે સ્પષ્ટ થશે કે તેમાં કયો ઝેરી પદાર્થ હતો અને તેની અસર કેટલી ગંભીર થઈ શકતી હતી.ઘટના બાદ મુંબઈ પોલીસ દ્વારા સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વધારવામાં આવી છે. મોટા ધાર્મિક કાર્યક્રમો દરમિયાન શંકાસ્પદ વસ્તુઓનું વિતરણ કરનાર વ્યક્તિઓ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે.
જનતાને પોલીસની અપીલ
પોલીસે લોકોને અપીલ કરી છે કે કોઈ અજાણી વ્યક્તિ પાસેથી દવા, કેપ્સૂલ અથવા ખાદ્ય વસ્તુ સ્વીકારવી નહીં. કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તરત જ પોલીસને જાણ કરવી.પોલીસ સમગ્ર કાવતરાની પાછળ કોઈ મોટું નેટવર્ક છે કે નહીં, તે સહિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ વિગતો જાહેર કરવામાં આવશે. હાલ ઉપલબ્ધ માહિતી પ્રાથમિક તપાસ પર આધારિત છે અને તપાસ આગળ વધતા નવા તથ્યો સામે આવી શકે છે.
ઈરાન-ઈરાક કનેક્શન પર તપાસ એજન્સીઓની નજર
પોલીસ તપાસમાં આ મામલે મોટું આતંકી કનેક્શન સામે આવી રહ્યું છે.આરોપી ફૈયાઝ વર્ષ 2025 માં ઈરાન અને ઈરાકના પ્રવાસે પણ ગયો હતો,જેના ચોક્કસ કારણોની તપાસ હાલ સુરક્ષા એજન્સીઓ કરી રહી છે.આ ભયાનક પ્લાનને અંજામ આપવા માટે તેણે 15 દિવસ પહેલા જ મુંબઈના ડોંગરી વિસ્તારમાં એક ભાડાનું મકાન રાખ્યું હતું.પોલીસને આરોપી પાસેથી ઓળખ દસ્તાવેજો મળી આવ્યા છે, જેને સુરક્ષિત રીતે જપ્ત કરી લેવાયા છે.હાલમાં આ નરસંહાર પાછળનો તેનો ચોક્કસ હેતુ સ્પષ્ટ થયો નથી,પરંતુ મુંબઈ પોલીસ અને ઉચ્ચ એજન્સીઓ આ સમગ્ર આંતરરાષ્ટ્રીય કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે સઘન તપાસ ચલાવી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?