મસ્કનો OpenAI અને માઈક્રોસોફ્ટ પર માસ્ટર સ્ટ્રોક
એલોન મસ્કે OpenAI અને માઈક્રોસોફ્ટ પર ખોટી રીતે નફો કમાયાનો આક્ષેપ, માંગ્યો પોતાનો હિસ્સો.

મસ્કનો માસ્ટર સ્ટ્રોક

મસ્કનો માસ્ટર સ્ટ્રોક
વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં ખળભળાટ મચાવી દીધો છે. મસ્કે OpenAI અને દિગ્ગજ કંપની માઈક્રોસોફ્ટ સામે 134 બિલિયન ડોલર (આશરે ₹11.23 લાખ કરોડ)ના વળતરની માંગ કરી છે.
શુક્રવારે ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા દસ્તાવેજો મુજબ, મસ્કનો દાવો છે કે આ બંને કંપનીઓએ તેમની શરૂઆતી મહેનત અને આર્થિક મદદનો દુરુપયોગ કરીને 'ખોટી રીતે નફો' મેળવ્યો છે, જેના પર હવે તેમનો અધિકાર છે.
મસ્કના જણાવ્યા મુજબ, 2015માં જ્યારે OpenAI ની સ્થાપના થઈ ત્યારે તેમણે તેના સીડ ફંડિંગમાં 60 ટકા એટલે કે અંદાજે 38 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું. આ ઉપરાંત, તેમણે મુખ્ય સ્ટાફની ભરતી કરવામાં અને પ્રોજેક્ટને વિશ્વસનીયતા અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હવે જ્યારે OpenAI નફો કરતી સંસ્થા બની ગઈ છે અને માઈક્રોસોફ્ટ તેની સાથે મળીને અબજોની કમાણી કરી રહી છે, ત્યારે મસ્કનું કહેવું છે કે આ નફામાં તેમનો હિસ્સો પણ તેટલો જ મોટો હોવો જોઈએ જેટલો એક શરૂઆતી રોકાણકારનો હોય છે.
OpenAIએ આ દાવાને પાયાવિહોણો ગણાવ્યો છે અને મસ્ક પર હેરાનગતિ કરવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ, માઈક્રોસોફ્ટના વકીલોએ પણ જણાવ્યું છે કે કંપનીએ કોઈ ખોટું કામ કર્યું હોવાના કોઈ પુરાવા નથી. મસ્ક વર્ષ 2018માં OpenAIથી અલગ થયા હતા અને હાલમાં તેઓ પોતાની AI કંપની 'xAI' ચલાવી રહ્યા છે, જેનો ચેટબોટ 'ગ્રોક' ChatGPTનો સીધો હરીફ માનવામાં આવે છે.
કેલિફોર્નિયાની કોર્ટના જજ દ્વારા આ કેસની સુનાવણી એપ્રિલ મહિનામાં રાખવામાં આવી છે. આ કેસના પરિણામો માત્ર આ ત્રણેય પક્ષો માટે જ નહીં, પરંતુ સમગ્ર ટેક ઈન્ડસ્ટ્રી અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના ભવિષ્ય માટે અત્યંત મહત્વના સાબિત થશે. શું મસ્ક આ જંગી રકમ મેળવવામાં સફળ થશે કે કેમ, તેના પર હવે આખી દુનિયાની નજર છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ