સુનીલ ગ્રોવરની કપિલ દેવની મિમિક્રી વાયરલ
વીડિયોમાં વિરાટ કોહલી હસી હસીને લોટપોટ વળતા જોવા મળે છે, જેણે ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે

વિરાટ કોહલી

વિરાટ કોહલી
કોમેડિયન સુનીલ ગ્રોવર અને ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો એક મનોરંજક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં સુનીલ ગ્રોવર ભારતના પૂર્વ કેપ્ટન કપિલ દેવની ખૂબ જ સચોટ અને હાસ્યપૂર્ણ નકલ કરી રહ્યા છે. આ એશિયન પેઈન્ટ્સ ઇવેન્ટમાં, આખું સ્ટેજ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું, પરંતુ વિરાટ કોહલી સૌથી વધુ મજા લેતા જોવા મળ્યા હતા, તેઓ હસતાં-હસતાં પોતાની ખુરશી પર ઝૂકી ગયા અને પાંસળીઓ દબાવતા રહ્યા.
આ ક્લિપ મુંબઈના એક ઇવેન્ટની
ગ્રોવરે મજાકમાં પૂછ્યું પણ, “બધું બરાબર છે ને?” ઇવેન્ટના હોસ્ટ ગૌરવ કપૂરે પણ મસ્તીમાં જોડાતા કોહલીને ચીડવ્યા, “ભાઈ, 2 દિવસમાં મેચ છે-હસી હસીને પાંસળીઓ ન તોડી નાખતા!” આ હળવાશ ભર્યો ક્લિપ મુંબઈમાં તાજેતરમાં યોજાયેલા એક ઇવેન્ટમાંથી છે, જે વિરાટ કોહલી રાંચી જવા રવાના થયા તે પહેલાં થઈ હતી. રાંચીમાં બીજા દિવસથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચોની ODI સિરીઝ શરૂ થવાની છે.
આ પણ વાંચો: ગુત્થી'ના પાત્રે સુનીલ ગ્રોવરને બનાવ્યો સ્ટાર
વિરાટ કોહલીના હાસ્યનું કારણ
સોશિયલ મીડિયા પર ફરતા ઘણા ક્લિપ્સમાં ગ્રોવર કપિલ દેવની સ્ટાઇલમાં વિરાટ કોહલીની દાઢીની મજાક ઉડાવી રહ્યા છે. ગ્રોવર કહે છે, પહેલી વાર હું આટલા નજીકથી તમારી દાઢી જોઈ રહ્યો છું. જે તમે કાંડાનો ઉપયોગ કરીને તમારી દાઢી બનાવી છે. આ જે મૂછો અને દાઢીની વચ્ચેનો ગેપ છે, અને ઓફ સાઈડથી જે બાઉન્સ આવી રહ્યો છે. આ જોક સાંભળીને વિરાટ કોહલી હસી હસીને ખુરશી પરથી લગભગ પડી જ પડ્યા અને તેમને પાંસળીઓ દબાવવી પડી. આના પર ગ્રોવરને ચિંતા થઈ અને તેમણે ફરી પૂછ્યું, સબ કુશળ મંગલ? હોસ્ટ ગૌરવનો ડાયલોગ, ભાઈ 2 દિવસમાં મેચ રમવાની છે, રિબ મત તોડ દેના હંસા-હંસા કે - સોશિયલ મીડિયા પર મીમ બની ગયો છે. ચાહકો તેને 'ક્રિકેટ અને કોમેડીનો પરફેક્ટ બ્લૅન્ડ' ગણાવી રહ્યા છે. આ વીડિયો કોહલીની મેદાનની બહારની દુર્લભ હળવાશભરી પળો દર્શાવે છે.
કોહલીની ક્રિકેટ પર ફોકસ અને સિરીઝ અપડેટ્સ
વિરાટ કોહલી, જે તાજેતરમાં ઓસ્ટ્રેલિયા સામેની ODI સેટઅપમાં પાછા ફર્યા છે, તેમણે ત્રીજી મેચમાં અણનમ 74 રન બનાવીને રોહિત શર્મા સાથે મજબૂત ભાગીદારી કરી હતી, જોકે ભારતે સિરીઝ 1-2થી ગુમાવી હતી. 2024માં T20 વર્લ્ડ કપ જીત્યા પછી વિરાટ કોહલી એ T20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લીધો હતો અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટથી પણ દૂર થઈ ગયા હતા. હવે તેઓ લિમિટેડ ઓવર ફોર્મેટ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. રાંચી પહોંચીને, વિરાટ કોહલી MS ધોનીના ફાર્મહાઉસ પર ડિનર માટે ગયા હતા, જ્યાં રોહિત શર્મા, રિષભ પંત, ઋતુરાજ ગાયકવાડ સહિત ટીમે ધોની સાથે મુલાકાત કરી. કાલે JSCA સ્ટેડિયમમાં પ્રથમ ODI શરૂ થવા જઈ રહી છે. દક્ષિણ આફ્રિકા સામેના આ હાઈ-પ્રેશર ક્લેશમાં વિરાટ કોહલી-રોહિતની જોડી પર સૌની નજર રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ