જેસલમેરમાં મુસાફરોથી ભરેલી બસમાં લાગી આગ
રાજસ્થાનના જેસલમેરથી જોધપુર જતી ખાનગી બસમાં મંગળવારે બપોરે 3:40 કલાકે આગ લાગી

મુસાફરોથી ભરેલી બસમાં લાગી આગ

મુસાફરોથી ભરેલી બસમાં લાગી આગ
રાજસ્થાનના જેસલમેરમાં મુસાફરોથી ભરેલી એક ખાનગી બસમાં મંગળવારના રોજ ભીષણ આગની ઘટના બની હતી. આ અકસ્માતમાં 10થી 12 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાં 3 બાળકો અને 4 મહિલાઓનો સમાવેશ થાય છે. જેસલમેરથી જોધપુર જઈ રહેલી આ બસમાં 57 મુસાફરો સવાર હતા. આ ઘટના મંગળવારે બપોરે લગભગ 3:40 કલાકે બની હતી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.
15 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝ્યા
આગ લાગવાના કારણે 15 જેટલા મુસાફરો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાંથી 10થી 12 મુસાફરોના મૃત્યુની આશંકા છે. આ ઘટનાની ગંભીરતા દર્શાવતા આસિસ્ટન્ટ ફાયર ઓફિસર કૃષ્ણ પાલ સિંહ રાઠોરે જણાવ્યું કે, ફાયર બ્રિગેડના પહોંચતા પહેલા જ બસ આગનો ગોળો બની ચૂકી હતી. મોટાભાગના મુસાફરોને સ્થાનિક લોકોએ બહાર કાઢી લીધા હતા, પરંતુ બસના પાછળના ભાગમાં ફસાયેલા લોકોને જીવતા બચાવી શકાયા ન હતા. બસના આગળના ભાગમાં બેઠેલા મુસાફરો કોઈક રીતે કૂદીને બહાર નીકળી ગયા હતા, પરંતુ પાછળના ભાગમાં બેઠેલા મુસાફરો ગંભીર રીતે ઝુલસી ગયા હતા.
આ પણ વાંચો: મુંબઈમાં 24 કલાકમાં બે મોટી આગ:કુર્લામાં હાહાકાર
મુખ્યમંત્રી ભજનલાલ શર્મા દુ:ખ વ્યક્ત કર્યું
મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જેસલમેર બસ દુર્ઘટના પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે તાત્કાલિક કલેક્ટર અને SP સાથે ફોન પર વાત કરી અને પીડિતોને શક્ય તમામ મદદ પૂરી પાડવા માટે સૂચના આપી છે. અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને જોધપુર રિફર કરવામાં આવ્યા છે અને ઘણા લોકોને ઓક્સિજન સપોર્ટ પર રાખવામાં આવ્યા છે, જેમની હાલત અત્યંત નાજુક હોવાનું જણાવાયું છે. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અધિકારીઓને સતત નિર્દેશ આપી રહ્યા છે અને તેઓ આજે રાત્રે અથવા આવતીકાલે સવારે જેસલમેરની મુલાકાત લે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...