RCB vs SRH: રંગારંગ કાર્યક્રમ કેમ રદ કરાયો?
દુર્ઘટનાના 11 ભોગ બનનારના માનમાં BCCIએ ભવ્ય કાર્યક્રમ ટાળ્યો, 11 બેઠકો હંમેશા ખાલી રખાશે

ચિન્નાસ્વામીમાં નહીં થાય રંગારંગ કાર્યક્રમ

ચિન્નાસ્વામીમાં નહીં થાય રંગારંગ કાર્યક્રમ
આગામી 28 માર્ચથી શરૂ થઈ રહેલી IPL 2026ની સીઝન આ વખતે કોઈ પણ ઝાકઝમાળ વગર શરૂ થશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ નિર્ણય લીધો છે કે ગત વર્ષે બેંગલુરુમાં ટ્રોફી સેલિબ્રેશન દરમિયાન થયેલી નાસભાગમાં જીવ ગુમાવનાર 11 ચાહકો પ્રત્યે સંવેદનશીલતા દાખવીને ઓપનિંગ સેરેમની યોજવામાં આવશે નહીં.
પીડિતોના માનમાં વિશેષ શ્રદ્ધાંજલિ
RCBના CEO રાજેશ મેનને જાહેરાત કરી છે કે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં 11 બેઠકો હંમેશા ખાલી રાખવામાં આવશે, જે તે દુર્ઘટનામાં જીવ ગુમાવનાર ચાહકોની યાદ અપાવશે.
આ ઉપરાંત, ખેલાડીઓના પ્રવેશદ્વાર પાસે એક સ્મારક તકતી (Memorial Plaque)નું પણ અનાવરણ કરવામાં આવ્યું છે. અગાઉ 2019માં પુલવામા હુમલા બાદ પણ BCCIએ ઓપનિંગ સેરેમની રદ કરીને તે ફંડ શહીદોના પરિવારોને આપ્યું હતું.
બીજી તરફ, 28 માર્ચે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચે રમાનારી પ્રથમ મેચ માટે સ્ટેડિયમ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જોકે પિચ અને આઉટફિલ્ડ તૈયાર છે, પરંતુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ હજુ બાકી હોવાથી મજૂરો અને કોન્ટ્રાક્ટરો રાત-દિવસ કામ કરી રહ્યા છે.
ગત વર્ષની દુર્ઘટનાને ધ્યાનમાં રાખીને આ વખતે ચાહકોની સુરક્ષા માટે ખાસ પોલીસ પરમિશન અને નવા પગલાં લેવામાં આવ્યા છે.
BCCI સેક્રેટરી દેવજીત સૈકિયાએ જણાવ્યું કે, જોકે ઓપનિંગ સેરેમની રદ કરાઈ છે, પરંતુ 31 મેના રોજ યોજાનારી ફાઈનલ મેચના દિવસે એક ભવ્ય ક્લોઝિંગ સેરેમનીનું આયોજન કરવાની બોર્ડની યોજના છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?