IPL 2026: કેમરન ગ્રીનનો મોટો ખુલાસો
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીન IPL 2026માં બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર

કેમરન ગ્રીન

કેમરન ગ્રીન
IPL ઓક્શન પહેલા ગ્રીનનો ખુલાસો :
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 માટે અબુ ધાબીમાં યોજાનારી મિની-હરાજી પહેલા ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરન ગ્રીને પોતાની ઉપલબ્ધતા વિશે સ્પષ્ટતા કરી છે. ગ્રીનને હરાજી માટે રૂ. 2 કરોડની બેઝ પ્રાઇસ સાથે માત્ર બેટર તરીકે લિસ્ટ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે જાહેર કર્યું છે કે તે આગામી સિઝનમાં માત્ર બેટર નહીં, પરંતુ સંપૂર્ણ ઓલરાઉન્ડર તરીકે રમવા અને બોલિંગ કરવા માટે ઉપલબ્ધ રહેશે.
ઓલરાઉન્ડરની જગ્યાએ બેટર તરીકે લિસ્ટ થવા પાછળનું કારણ :
કેમરન ગ્રીને આ ગેરસમજ માટે તેના મેનેજરને જવાબદાર ઠેરવ્યા છે. એડિલેડમાં એશિઝ સિરીઝ 2025-26ની ત્રીજી ટેસ્ટ મેચ પહેલા ટ્રેનિંગ સેશન દરમિયાન મીડિયા સાથે વાતચીત કરતા ગ્રીને જણાવ્યું કે, IPL 2026 ઓક્શન માટે રજીસ્ટ્રેશન કરતી વખતે તેના મેનેજરથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી. મેનેજરે ભૂલથી ઓલરાઉન્ડરની જગ્યાએ બેટરનો વિકલ્પ પસંદ કરી લીધો હતો.
ગ્રીને સ્પષ્ટતા કરી કે તે બોલિંગ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેણે આ ભૂલને રમૂજી ગણાવી, પરંતુ સ્વીકાર્યું કે તે એક મોટી ભૂલ હતી, કારણ કે તેના મેનેજરનો ઇરાદો તેને બેટર તરીકે નોંધાવાનો નહોતો.
ફ્રેન્ચાઇઝી ટીમો માટે રાહતના સમાચાર :
તેજ ગતિના ઓલરાઉન્ડરની શોધમાં રહેલી ફ્રેન્ચાઇઝી ટીમો માટે ગ્રીનનો આ ખુલાસો રાહતના સમાચાર સમાન છે. કેમરન ગ્રીને IPLમાં પોતાની ડેબ્યૂ સિઝન 2023માં મુંબઈ ઇન્ડિયન્સ (MI) માટે રમી હતી, જ્યાં તેણે 452 રન બનાવ્યા હતા અને 6 વિકેટ લીધી હતી. IPL 2024 પહેલા તેને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)માં ટ્રેડ કરવામાં આવ્યો હતો, જ્યાં તેણે 255 રન બનાવવા ઉપરાંત 10 વિકેટ ઝડપી હતી.
બેક ઇજાને કારણે સર્જરી કરાવ્યા બાદ ગ્રીને IPL 2025 મેગા ઓક્શનમાં ભાગ લીધો ન હતો. હવે સંપૂર્ણપણે ફિટ થઈને તે IPLમાં વાપસી માટે તૈયાર છે અને માનવામાં આવે છે કે IPL 2026ના ઓક્શનમાં તે સૌથી મોંઘા ખેલાડીઓમાંથી એક સાબિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ