ઈન્દોરમાં દૂષિત પાણીનો કહેર, 338 નવા કેસ નોંધાયો
ઈન્દોરના ભાગી રથપુરામાં ગટરના પાણીના લીકેજને કારણે પીવાનું પાણી ઝેરી બનતા 10 લોકોના મોત

દૂષિત પાણીનો કહેર

દૂષિત પાણીનો કહેર
મધ્યપ્રદેશના ઈન્દોરમાં દૂષિત પાણીના કારણે સર્જાયેલા આ રોગચાળો હવે જીવલેણ બની રહ્યો છે. ઈન્દોરના ભાગીરથપુરા વિસ્તારમાં દૂષિત પાણી પીવાથી મૃત્યુઆંક વધીને 10 પર પહોંચી ગયો છે. ગુરુવારે ઉલટી-દસ્તના વધુ 338 નવા કેસ નોંધાયા છે, જેનાથી કુલ અસરગ્રસ્તોની સંખ્યા આશરે 2800 સુધી પહોંચી ગઈ છે.
201 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ
આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, હાલમાં 201 દર્દીઓ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે, જેમાંથી 32 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેમને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 272 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાંથી 71ને રજા આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા મૃતકોના પરિવારોને 2-2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરવામાં આવી છે.
લેબોરેટરી રિપોર્ટમાં પાણીમાં મળ્યા જોખમી બેક્ટેરિયા
ભાગીરથપુરામાં નર્મદા પાઈપલાઇન દ્વારા સપ્લાય કરવામાં આવતા પાણીના સેમ્પલના લેબોરેટરી ટેસ્ટમાં અત્યંત ભયાનક તથ્યો સામે આવ્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, આ પાણીમાં ઈન્દોરમાં દૂષિત પાણી હોવા પાછળ E. coli, ફેકલ કોલિફોર્મ અને ક્લેબસિએલા જેવા ખતરનાક બેક્ટેરિયા જવાબદાર છે. આ ઉપરાંત, કેટલાક સેમ્પલમાં 'વિબ્રિયો કોલેરી' જેવા અંશો પણ મળી આવ્યા છે. નિષ્ણાતોના મતે આ બેક્ટેરિયા શરીરમાં ગંભીર ચેપ ફેલાવે છે, જેના કારણે સતત ઉલટી, દસ્ત અને તીવ્ર તાવ આવે છે. અત્યાર સુધીમાં પાણીના 80 જેટલા સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે અને હજુ વધુ વિસ્તૃત રિપોર્ટ્સ આવવાના બાકી છે.
આ પણ વાંચો: ઈન્દોરમાં દૂષિત પાણીથી 8ના મોત થતાં હાહાકાર
પાણીની પાઈપલાઈનમાં ગટરનું પાણી કેવી રીતે ભળ્યું?
સ્વાસ્થ્ય અધિકારીઓની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ભાગીરથપુરા પોલીસ ચોકી પાસે પીવાના પાણીની મુખ્ય લાઇન અને ગટરની લાઈનમાં લીકેજ થવાને કારણે આ હોનારત સર્જાઈ હતી. પોલીસ ચોકીના શૌચાલયના કચરાને યોગ્ય રીતે ગટર નેટવર્ક સાથે જોડવાને બદલે ખાડામાં ડાયવર્ટ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગંદુ પાણી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભળી ગયું હતું. આ ઈન્દોરમાં દૂષિત પાણી સપ્લાય થવાને કારણે આખું નગર બીમારીના ખપ્પરમાં હોમાયું છે. જોકે, અધિકારીઓનો દાવો છે કે હાલમાં પાઈપલાઈનનું સમારકામ પૂર્ણ થઈ ગયું છે, પરંતુ સાવચેતીના ભાગરૂપે રહેવાસીઓને પાણી ઉકાળીને પીવાની કડક સૂચના આપવામાં આવી છે.
આરોગ્ય વિભાગની કામગીરી
સ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય વિભાગની 21 ટીમો કાર્યરત છે, જેમાં ડૉકટરો, પેરામેડિકલ સ્ટાફ અને આશા કાર્યકરોનો સમાવેશ થાય છે. આ ટીમોએ અત્યાર સુધીમાં 1714 ઘરોનો સર્વે કર્યો છે અને 8500થી વધુ લોકોની તપાસ કરી છે. લોકોને બહારનો ખોરાક ન ખાવા અને માત્ર ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવી છે. ઈન્દોર-311 હેલ્પલાઈન પર પણ પાણીને લગતી ફરિયાદોમાં ધરખમ વધારો થયો છે, જેમાં ઝોન નંબર 5માંથી સૌથી વધુ ફરિયાદો મળી છે. મુખ્યમંત્રી મોહન યાદવે આ ઘટનાને ગંભીરતાથી લઈ સમગ્ર રાજ્યમાં પીવાના પાણીના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે SOP તૈયાર કરવા નિર્દેશ આપ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ