ભારતનો આતંકવાદ સામે વધુ એક કડક નિર્ણય
આતંકવાદીઓ સામે ભારતનો માસ્ટરસ્ટ્રોક,23 વ્યક્તિઓને જાહેર કરાયા આતંકવાદી

AI જનરેટેડ

AI જનરેટેડ
India Declares Terrorist: ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. કેન્દ્ર સરકારે વિવિધ આતંકવાદી સંગઠનો સાથે સંકળાયેલા કુલ 23 વ્યક્તિઓને સત્તાવાર રીતે "આતંકવાદી" તરીકે જાહેર કર્યા છે. આ કાર્યવાહીનો મુખ્ય હેતુ આતંકવાદી નેટવર્કને આર્થિક,કાનૂની અને સંગઠનાત્મક રીતે નબળું બનાવવાનો છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતે આતંકવાદ સામે "ઝીરો ટોલરન્સ"ની નીતિ અપનાવી છે. માત્ર સરહદ પારથી થતી ઘૂસણખોરી સામે જ નહીં, પરંતુ આતંકવાદને નાણાકીય સહાય, ભરતી, પ્રચાર અને લોજિસ્ટિક્સ પૂરા પાડતા તત્વો સામે પણ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આતંકવાદ વિરુદ્ધ સરકારનું કડક વલણ
કેન્દ્ર સરકારે દેશની સુરક્ષાને સર્વોપરી રાખીને આ નિર્ણય લીધો છે.ગૃહ મંત્રાલયે એક નોટિફિકેશન જારી કરીને આ 23 આતંકવાદીઓને UAPA ની ચોથી અનુસૂચીમાં સામેલ કર્યા છે.આ તમામ પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રહીને ભારત વિરોધી ષડયંત્ર રચી રહ્યા હતા.સુરક્ષા એજન્સીઓ લાંબા સમયથી તેમની ગતિવિધિઓ પર નજર રાખી રહી હતી. આ પગલાથી હવે તેમના પર કાયદાકીય રીતે આકરી કાર્યવાહી કરવાનું સરળ બન્યું છે.આ યાદીમાં લશ્કરના વડા હાફિઝ સઈદના 3 ખાસ લોકોનો સમાવેશ થાય છે. 54 વર્ષના રાણા ઈફ્તિખાર વિવિધ સંગઠનો વચ્ચે તાલમેલ સાધવાનું કામ કરે છે. 52 વર્ષના અબ્દુલ રઉફ અને 51 વર્ષના હાફિઝ ખાલિદ વલીદ સીધા હાફિઝ સઈદના આદેશ પર કામ કરે છે. આ લોકો ભારતમાં આતંકી ફંડિંગ અને કટ્ટરપંથી ભરતીમાં સીધા જવાબદાર રહ્યા છે. તેમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હવે વધુ સખત તપાસ હેઠળ છે.
6 ભારતીય મૂળના લોકોનો સમાવેશ
ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર જાહેર કરાયેલા 23 લોકોમાં 17 પાકિસ્તાની નાગરિકો અને 6 ભારતીય મૂળના લોકોનો સમાવેશ થાય છે, જે હાલ પાકિસ્તાન અથવા પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માંથી ભારત વિરોધી આતંકી પ્રવૃત્તિઓ ચલાવતા હોવાનું કહેવાય છે. આ વ્યક્તિઓ પર આતંકી હુમલાનું ષડયંત્ર રચવા, ઘૂસણખોરી કરાવવા, હથિયારો અને વિસ્ફોટકોની હેરાફેરી, ડ્રોન મારફતે શસ્ત્રો મોકલવા, આતંકવાદ માટે નાણાં એકત્રિત કરવા, યુવાઓની ભરતી કરવા તેમજ પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોને મદદ કરવાનો આરોપ છે.
23 આતંકવાદીઓમાં 17 પાકિસ્તાની
ભારત દ્વારા શનિવારે આતંકવાદી તરીકે જાહેર કરાયેલા 23 વ્યક્તિઓમાંથી 17 પાકિસ્તાની અને 6 ભારતીય નાગરિક છે.
જોકે, આ બધા આતંકવાદીઓ હાલમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ અને કાશ્મીર (PoJK) માં હાજર છે અને આતંકવાદી પ્રવૃત્તિઓ ચાલુ રાખે છે.
ડ્રોન અને સાયબર ટેકનોલોજીનો ઉપયોગ
આતંકવાદીઓ હવે આધુનિક સાધનોનો ઉપયોગ કરીને દેશની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યા છે. મોહમ્મદ શાહિદ ફૈસલ સોશિયલ મીડિયા પર યુવાનોને ભરતી કરવા ઉપરાંત ડેટા એન્ક્રિપ્શનમાં માહિર છે. નઝીર અહેમદ ગુજ્જર અને વસીમ નૂર જાટ ડ્રોન દ્વારા હથિયારોની હેરાફેરી સંભાળતા હતા. તેઓ સુરક્ષા એજન્સીઓને ચકમો આપવામાં નિષ્ણાત હતા. સરકારની આ કાર્યવાહીથી આવા ટેકનિકલ આતંકી નેટવર્કની કમર તૂટી જશે.
UAPA હેઠળ જાહેર કરાયેલા આતંકવાદીઓની યાદી
મસૂદ ઇલ્યાસ કાશ્મીરી,મોહમ્મદ મુસાદિક ઉર્ફે ડોક્ટર,મુફ્તી મુહમ્મદ અસગર ખાન ઉર્ફે અબુ સાદ,હાફિઝ અબ્દુલ શકૂર ઉર્ફે,કારી ઝરાર,અબ્દુલ્લા જેહાદી,ગુલામ ફરીદ,મૌલાના ઈમદાદુલ્લાહ મક્કી,વસીમ નૂર જત,ફિરદૌસ અહેમદ ભટ,હારૂન રશીદ ગનાઈ,બિલાલ અહેમદ મીર,આબિદ કય્યુમ લોન,નઝીર અહેમદ ગુજ્જર,અબ્દુલ રઉફ ઉર્ફે હાફિઝ અદબુલ રઉફ,અશફાક અહેમદ,હાફિઝ ખાલિદ વલીદ,મૌલાના સૈફુલ્લા ખાલિદ,મોહમ્મદ યાકુબ,મોલાના યુસુફ તૈબી,ઓવૈસ ફારૂક
કારી યાકુબ શેખ,રાણા ઈફ્તિખાર,મોહમ્મદ શહીદ ફૈઝલ
આતંકવાદી જાહેર કરવા માટેની જોગવાઈઓ શું છે?
UAPA હેઠળ, કેન્દ્ર સરકારને કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવાનો અધિકાર છે જો તે માને છે કે તે આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ છે.એકવાર કોઈ વ્યક્તિને આતંકવાદી જાહેર કરવામાં આવે છે,તો NIA પાસે તેમના બેંક ખાતા બ્લોક કરવાનો, શસ્ત્રોના વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો અને તેમની મિલકત જપ્ત કરવાનો અધિકાર છે.2019 માં UAPA કાયદામાં સુધારો કરવામાં આવ્યો હતો, જેનાથી વ્યક્તિઓને આતંકવાદી જાહેર કરવાની મંજૂરી આપવામાં આવી હતી. અગાઉ, સમગ્ર સંગઠનને આતંકવાદી જાહેર કરી શકાતું હતું.
નાગરોટા અને સુજવાન હુમલામાં ભૂમિકા
જાહેર કરાયેલા આતંકવાદીઓમાં 2016ના નાગરોટા આર્મી કેમ્પ અને 2018ના સુજવાન મિલિટરી સ્ટેશન હુમલા સાથે જોડાયેલા નામ સામેલ છે. મુફ્તી મોહમ્મદ અસગર ખાન, હાફિઝ અબ્દુલ શાકૂર અને અબ્દુલ્લા જેહાદી જેવા લોકો નાગરોટા હુમલાના મુખ્ય કાવતરાખોરો છે. મસૂદ ઈલિયાસ કાશ્મીરી અને મોહમ્મદ મુસદ્દીક સુજવાન હુમલામાં સામેલ હતા. તેઓ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને સીમા પારથી હથિયારો અને વિસ્ફોટકો ભારત મોકલતા હતા.
હાફિઝ સઈદના ત્રણ નજીકના સાથીઓ પણ સામેલ
આ યાદીમાં લશ્કરના વડા હાફિઝ મોહમ્મદ સઈદના ત્રણ નજીકના સાથીઓનો પણ સમાવેશ થાય છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ત્રણે ભારતમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવવા અને યુવાનોને કટ્ટરપંથી બનાવવામાં સીધા સંડોવાયેલા રહ્યા છે. સૂચના અનુસાર, 54 વર્ષીય રાણા ઇફ્તિખાર વિવિધ જેહાદી સંગઠનો વચ્ચે સંકલન કરે છે અને યુવાનોને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે પ્રેરિત કરે છે.
આગામી કાયદાકીય પગલાં
સરકારે આ તમામ 23 આતંકવાદીઓની સંપત્તિ જપ્ત કરવાની અને તેમની મુસાફરી પર પ્રતિબંધ મૂકવાની તૈયારી કરી છે. સુરક્ષા અને તપાસ એજન્સીઓ આ આતંકી મોડ્યુલ્સના તમામ કનેક્શન શોધવામાં લાગેલી છે. આ યાદી જાહેર કરવાથી તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ અલગ-થલગ કરવામાં મદદ મળશે. દેશની આંતરિક સુરક્ષા જાળવવા માટે સરકાર કોઈપણ પ્રકારની બાંધછોડ કરવા તૈયાર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?