દિલ્હીમાં નરાધમોએ પરાણે દારૂ આપી સગીરાને પીંખી
દિલ્હીમાં બેંક કર્મચારી અને સલૂન સંચાલકે લાલચ આપી નિર્જન મકાનમાં બોલાવી દુષ્કર્મ ગુજાર્યું

નરાધમોએ પરાણે દારૂ આપી સગીરાને પીંખી

નરાધમોએ પરાણે દારૂ આપી સગીરાને પીંખી
દેશની રાજધાની દિલ્હીમાં મહિલાઓ અને માસૂમ બાળકીઓની સુરક્ષા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. ઉત્તર-પશ્ચિમ દિલ્હીના રાજા વિહાર વિસ્તારમાં એક 13 વર્ષની સગીરાને પરાણે દારૂ પીવડાવી બે નરાધમોએ તેની પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાની હચમચાવી દેતી ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરીને એક બેંક કર્મચારી સહિત બે આરોપીઓની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ષડયંત્ર રચી આચર્યું પાશવી કૃત્ય પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ ઘટના 20 ડિસેમ્બરના રોજ બની હતી. આરોપીઓમાં એક ખાનગી બેંકનો કર્મચારી રિષભ અને સ્થાનિક સલૂનનો માલિક નરોત્તમ સામેલ છે. આ બંનેએ સગીરાને કોઈ બહાને લલચાવીને રાજા વિહારના એક નિર્જન મકાનમાં બોલાવી હતી. ત્યાં તેને ધાક-ધમકી આપી પરાણે દારૂ પીવડાવવામાં આવ્યો હતો. સગીરા બેભાન જેવી અવસ્થામાં આવતા બંને નરાધમોએ વારાફરતી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
પિતાની સતર્કતાથી ભાંડો ફૂટ્યો ઘટનાની સાંજે જ્યારે બાળકી ઘરે પહોંચી ત્યારે તેની હાલત જોઈ પિતા ચોંકી ઉઠ્યા હતા. બાળકી નશાની હાલતમાં હોય તેમ જણાતા પિતાએ તુરંત પોલીસને જાણ કરી હતી. શરૂઆતમાં મામલો માત્ર નશાનો જણાતો હતો, પરંતુ જ્યારે પોલીસે પીડિતાનું નિવેદન નોંધ્યું અને તેની તબીબી તપાસ કરાવી, ત્યારે આ ભયાનક સત્ય બહાર આવ્યું હતું. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ હરેશ્વર સ્વામીએ જણાવ્યું કે, પીડિતાના નિવેદન બાદ આ કેસમાં ગંભીર કલમોનો ઉમેરો કરવામાં આવ્યો છે.
કડક કાયદાકીય કાર્યવાહી દિલ્હી પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પોક્સો (POCSO) એક્ટ હેઠળ ગુનો નોંધીને ગુરુવારે બંને આરોપીઓની ધરપકડ કરી લીધી છે. કોર્ટે બંનેને જેલમાં મોકલી આપ્યા છે. આ ઘટનાએ ફરી સાબિત કર્યું છે કે શહેરોમાં માસૂમ બાળકો શિકારીઓથી સુરક્ષિત નથી, અને સમાજમાં રહેતા સફેદ કોલર ધરાવતા લોકો પણ કેટલી હદે વિકૃત માનસિકતા ધરાવે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ