આર.જી.કર મુદ્દે જુનિયર ડોક્ટરોની ભૂખ હડતાળ 13માં દિવસે પણ યથાવત
6 જુનિયર ડૉક્ટરોની તબીયત બગડતાં હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

6 જુનિયર ડૉક્ટરોની તબીયત બગડતાં હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

6 જુનિયર ડૉક્ટરોની તબીયત બગડતાં હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
કોલકાતાની આર.જી.કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડોક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે જુનિયર ડોક્ટરોની ભૂખ હડતાળ 13મા દિવસે પણ ચાલુ રહી હતી. આ ભૂખ હડતાળમાં કૂલ આઠ ડૉક્ટરો જોડાયા છે. જે અત્યારે રાજ્ય સરકાર સામે પડકાર ઊભો કરી રહ્યા છે. તેઓનો આરોપ છે કે સરકારે હજુ સુધી તેમની મુખ્ય માંગણીઓનો સ્વીકાર કર્યો નથી.
5 ઓક્ટોબરની સાંજથી શરૂ થયેલી ભૂખ હડતાળમાં ભાગ લેનારા ડૉક્ટરોમાંથી છ જુનિયર ડૉક્ટરોની તબીયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.આ ભૂખ હડતાળના સમગ્ર સમયગાળા દરમિયાન તેઓએ તેમના વિરોધમાં સંપૂર્ણ પારદર્શિતા જાળવી રાખી છે. અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ સાથે સ્ટેજ પર એક ડિસ્પ્લે ચાર્ટ દ્વારા હડતાળ પર બેઠેલા દેખાવકારોની તબીબી સ્થિતિ વિશે દર કલાકે અપડેટ પણ કરવામાં આવી રહ્યુ છે.
પ્રપ્તથતી તાજા માહિતી અનુસાર, એસ્પ્લેનેડમાં વિરોધ કરી રહેલા સાત જુનિયર ડોક્ટરોમાંથી, રુમેલિકા કુમાર અને સ્પંદન ચૌધરી સિવાય, અન્ય પાંચ બીમાર પડ્યા છે. જો આ ભૂખ હડતાલ વધારે લાંબી ચાલશે તો ડૉકટરોના જીવને જોખમ છે કારણ કે દિવસે ને દિવસે તેમની તબિયત બગડી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?