ભારત ૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા તૈયાર
ભારત સરકારને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં રસ દાખવ્યો છે, અને આ સંદર્ભમાં ભારત સરકાર ઔપચારિક રીતે તેની દાવેદારી કોમવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ માર્ચ ...

ભારતની યજમાની

ભારતની યજમાની
ભારત સરકારને ૨૦૩૦ની કોમનવેલ્થ ગેમ્સના આયોજનમાં રસ દાખવ્યો છે, અને આ સંદર્ભમાં ભારત સરકાર ઔપચારિક રીતે તેની દાવેદાર કોમવેલ્થ ગેમ્સ ફેડરેશન સમક્ષ માર્ચ ૩૧મી, ૨૦૨૫ પહેલા કરી દેશે. ?
આ ઉપરાંત ભારત સરકારે એવું પણ ઇચ્છે કે કે ૨૦૨૬માં ગ્લાસગો ખાતે યોજનારી કોમનવેલ્થ ગેમ્સ માંથી જે 10 રમતને બાકાત રાખી છે, તે 10 રમતનું આયોજન ભારતમાં થાય, તે માટે પણ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન ભારતને મંજૂરી આપી. ભારત સરકરની ઇચ્છા વિશે ભારતીય ખેલકૂદ મંત્રાલયના અધિકારીએ પુષ્ઠિ કરી છે.
મંત્રાલયના અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે તાજેતરમાં કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનના પ્રેસીડન્ટ ક્રિશ જેનકિન્સ ભારતની મુલાકાતે આવ્યાં હતાં, તે સમયે ભારતના ખેલકૂદ મંત્રી મનસુખભાઇ માંડવિયાએ પણ તેમના સાથે ભારતની ઇચ્છા કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવાની નેમ વ્યક્ત કરી હતી. ભારતે છેલ્લે ૨૦૧૦માં કોમનવેલ્થ ગેમ્સનું દિલ્લીમાં આયોજન કર્યું હતું. જો ૨૦૩૦ માટે મંજૂરી મળે તો ૨૦ વર્ષ પછી પુનઃ એક વખત કોમનવેલ્થ ગેમ્સના આયોજક બનવાનો મોકો મળશે.
કોમનવેલ્થ ગેમ્સમાં અંદાજે ૫૬ જેટલા દેશ ભાગ લે છે, કૂલ ૩૬ જેટલી રમત રમાય છે, જેમાં અંદાજે ૪૯૦૦ જેટલા એથલેટ્સ ભાગ લે છે. આ તમામની રહેવાની, ખાવાની અને પરિવહનની વ્યવસ્થા ભારત કે જે તે રાજ્યની સરકારે કરવી પડતી હોય છે.
આ તમામ પ્રયત્ન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ૨૦૩૬માં ભારતમાં ઓલમ્પિક્સ ગેમ્સ યોજવાના લક્ષને પાર પાડવાની રૂપરેખાના ભાગરૂપ છે. વડાપ્રધાન ઇચ્છે છે કે ૨૦૩૬ની ઓલમ્પિક્સ ગેમ્સ ભારતમાં અને તેમાં પણ ગુજરાતમાં તેનું આયોજન થાય.
આ માટે ગુજરાત સરકારે તૈયારીઓ પણ કરી દિધી છે. જેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં, તેની આજુબાજુ અને ગાંધીનગરના કેટલાક ગામમાં ઓલમ્પિક્સ વિલેજ PPP મોડ્યુલ પર બનાવવાની તજવીજ ચાલી રહી છે. આ માટે સરકારેને અંદાજે રૂપીયા ૭૦૦૦ થી ૮૦૦૦ કરોડનો ખર્ચો રહેશે , તેની સામે સરકારે અત્યારથી રૂપિયા ૬૦૦૦ કરોડની ફાળવણી કરવાનું સૈધ્ધાંતિક રીતે સ્વિકાર્યું છે.
સ્પોર્ટસ પર્સન અને કોચના અનૂભવ પ્રમાણે ઓલમ્પિક્સ ગેમ્સના આયોજન કરતાં પહેલા એશિયાડ કે કોમનવેલ્થ લેવલની ગેમ્સનું ગુજરાતમાં આયોજન થવું જોઇએ. તે માટે માળખાગત સુવિધા ઉભી કરવી પડશે. તદઉપરાંત કેટલીક રમત એવી છે કે જે માટે અન્ય રાજ્યોમાં આયોજન કરવાની તૈયારી રાખવી પડશે, જેમ કે વોટરસ્પોર્ટસ મુંબઇ, હોકીનું ઓડિશામાં આજ રીતે ચૈન્નાઇ પાસે સારા ઇન્ડોર સ્ટેડિયમ છે તો તેનો પણ ઉપયોગ થઇ શકે છે.
કોમનવેલ્થ ગેમ્સની સામે ઓલમ્પિક્સમાં રમત વધારે છે જેમ કે ૨૦૨૦માં ૪૦ રમતનો સમાવેશ થયો હતો અને કૂલ ૪૪૮ ઇવેન્ટસ થઇ હતી, જ્યારે ૨૦૨૪માં ૩૨ રમતનો સમાવેશ થયો હતો અને કૂલ ૩૨૯ ઇવેન્ટસ યોજાઇ હતી. અંદાજે ૧૦,૦૦૦ થી ૧૪,૦૦૦ એથલેટ્સ ભાગ લેતા હોય છે, જેના માટે તમામ વ્યવસ્થા ગોઠવવાની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ