સોનમર્ગમાં ભયાનક હિમપ્રપાત: હોટલોને વ્યાપક નુકસાન
કાશ્મીરના સોનમર્ગમાં કુદરતનો પ્રકોપ, બરફના તોફાને હોટલોને લીધી ઝપેટમાં, 58 ફ્લાઈટ્સ રદ

સોનમર્ગ હિમપ્રપાત

સોનમર્ગ હિમપ્રપાત
જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત પર્યટન સ્થળ સોનમર્ગમાં મંગળવારે રાત્રે પ્રકૃતિનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. પર્વતો પરથી અચાનક ધસી આવેલા વિશાળ હિમપ્રપાતને કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ ઘટનાના ભયાનક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાં બરફનું વિશાળ મોજું સેકન્ડોમાં રહેણાંક વિસ્તારોને ઘેરી લેતું દેખાય છે.
જાનહાનિ ટળી પણ મિલકતોને ભારે નુકસાન :
મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં આવેલા આ રિસોર્ટ વિસ્તારમાં થયેલા હિમપ્રપાતને કારણે હોટલો અને સ્થાનિક ઈમારતોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. સદનસીબે, સમયસર સાવચેતીને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. બરફનો વેગ એટલો પ્રચંડ હતો કે હોટલોના માળખામાં તિરાડો પડી ગઈ હતી. વહીવટી તંત્ર દ્વારા તુરંત જ બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
11 જિલ્લાઓમાં હાઈ એલર્ટ અને ફ્લાઈટ્સ રદ :
જમ્મુ અને કાશ્મીર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ સાવચેતીના ભાગરૂપે ગંદરબલ, અનંતનાગ, બારામુલા અને કુપવાડા સહિત કુલ 11 જિલ્લાઓમાં હિમપ્રપાતનું એલર્ટ જારી કર્યું છે. ભારે હિમવર્ષાની અસર પરિવહન પર પણ પડી છે. શ્રીનગર એરપોર્ટ પર રનવે પર બરફ જામી જવાને કારણે અંદાજે 58 ફ્લાઈટ્સ રદ કરવી પડી છે. આ ઉપરાંત, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
હિમપ્રપાતનું જોખમ કેમ વધ્યું ?
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જ્યારે પર્વતો પર બરફના નવા અને ભારે સ્તરો જમા થાય છે, ત્યારે તે નીચેના કાચા સ્તર પર ટકી શકતા નથી અને ગુરુત્વાકર્ષણને કારણે નીચે તરફ ધસી આવે છે. વહીવટી તંત્રએ પ્રવાસીઓને અત્યારે પર્વતીય વિસ્તારોથી દૂર રહેવા અને હવામાન વિભાગની સૂચનાઓનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ