લદ્દાખના LG પાસેથી ગૃહ વિભાગે નાણાકીય સત્તા આંચકી
ગૃહ મંત્રાલયે વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર સહિતના અધિકારીની સત્તા છીનવી

લદ્દાખના લેફ્ટનન્ટ ગર્વનર કવિન્દર ગુપ્તા

લદ્દાખના લેફ્ટનન્ટ ગર્વનર કવિન્દર ગુપ્તા
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લઈને લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી નાણાકીય સત્તા આંચકી લીધી છે. ગૃહ મંત્રાલયે લેફ્ટનન્ટ ગવર્નરની સાથે વહીવટી સચિવ, ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિતના વિભાગીય વડાઓની સત્તા પણ છીનવી લીધી છે. હવે આ તમામ સત્તા ગૃહ મંત્રાલય પાસે રહેશે.
લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર પાસે ₹100 કરોડ સુધીની યોજના અને પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા અત્યાર સુધી હતી. હવે ગૃહ મંત્રાલયે આ સત્તા ગવર્નર પાસેથી છીનવીને પોતાની પાસે રાખી છે. તેવી જ રીતે વહીવટી સચિવ પાસે અત્યાર સુધી ₹20 કરોડ સુધીના પ્રોજેક્ટને મંજૂરી આપવાની સત્તા હતી. આ ઉપરાંત ચીફ એન્જિનિયર, ડેપ્યુટી કમિશનર, સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર સહિતના અધિકારી પાસે 3 થી 10 કરોડ રૂપિયા સુધીના અલગ અલગ કામોને મંજૂરી આપવાની સત્તા હતી. જે તમામ સત્તા છીનવીને ગૃહ મંત્રાલયે પોતાની પાસે લઈ લીધી છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો આદેશ મળ્યા બાદ લદાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિંદર ગુપ્તાએ એક ઓર્ડર જાહેર કર્યો છે. ઓર્ડરમાં કહેવાયું છે કે, પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) નિયમ હેઠળ ₹ 100 કરોડ સુધીની યોજના, પ્રોજેક્ટને હવે ગૃહ મંત્રાલય મંજૂરી આપશે. લેફ્ટનન્ટ ગવર્નર પાસેથી ₹ 100 કરોડના વહીવટી મંજૂરી અને ખર્ચનો પાવર તેમજ વહીવટી સેક્રેટરી પાસેથી ₹20 કરોડ સુધીની મંજૂરી આપવાનો પાવર છીનવી લેવાયો છે. એટલે કે હવે ગૃહ મંત્રાલય તમામ મંજૂરી આપશે.
આ ઉપરાંત ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના વડાઓ અને ડેપ્યુટી કમિશનરોની ₹5 કરોડ સુધીના કામોને મંજૂરી આપવાની સત્તા હતી. હવે પાછી ખેંચીને ગૃહ મંત્રાલયને સોંપવામાં આવી છે. તમામ અધિકારીઓ લેહ અને કારગિલ હિલ ડેવલપમેન્ટ કાઉન્સિલના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) તરીકે પણ કામ કરે છે. ચૂંટણીમાં વિલંબના કારણે ‘લેહ હિલ કાઉન્સિલ’ની પાંચ વર્ષની ટર્મનો પૂરી થયા બાદ કાર્યકાળ પૂરો થઈ ગયો છે.
જ્યારે ‘કારગિલ હિલ કાઉન્સિલ’નો કાર્યકાળ યથાવત છે. લેહ હિલ કાઉન્સિલની સત્તા નાયબ કમિશનરને સોંપવામાં આવી છે. આ ઉપરાંત ચીફ એન્જિનિયર અને સુપરિન્ટેન્ડન્ટ એન્જિનિયર પાસે અનુક્રમે 3 થી 10 કરોડ સુધીના જુદા જુદા કામોને મંજૂરી આપવાની સત્તા પણ ગૃહ મંત્રાલયને સોંપી દેવામાં છે.
નવા પ્રોજેક્ટ્સ સીધા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે
આદેશમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, નવી યોજનાઓ અને પ્રોજેક્ટ્સ સંબંધિત તમામ મૂલ્યાંકન અને મંજૂરી દરખાસ્તો હવે સીધા ગૃહ મંત્રાલયને મોકલવામાં આવશે. આ કાર્ય આયોજન, વિકાસ અને દેખરેખ ગૃહ મંત્રાલય દ્વારા હાથ ધરવામાં આવશે. અગાઉ મંજૂર થયેલા અને ચાલુ પ્રોજેક્ટ્સ તેમની અગાઉની સત્તાઓ હેઠળ ચાલુ રહેશે. કેટલીક સત્તાઓ ઉપરાજ્યપાલ અને વરિષ્ઠ અધિકારીઓ પાસે રહેશે. નવી માર્ગદર્શિકા હોવા છતાં, સ્થાનિક વહીવટીતંત્રો કેટલીક મર્યાદિત નાણાકીય સત્તાઓ જાળવી રાખશે.
બજેટ મર્યાદામાં આકસ્મિક અને અન્ય ખર્ચ માટે પરવાનગી આપવામાં આવી છે તેમાં મુખ્ય સચિવને ₹1 કરોડ સુધી, નાણા સચિવને ₹75 લાખ સુધી, વહીવટી સચિવને ₹50 લાખ સુધી અને વિભાગના વડા (HoD)ને ₹30 લાખ સુધીની નાણાકીય સત્તા આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ