હિમાચલમાં ભારે હિમવર્ષા: 1250 રસ્તાઓ બંધ
ભારે બરફવર્ષા અને વરસાદથી હિમાચલ અસ્તવ્યસ્ત, પ્રવાસીઓ અટવાયા, ઓરેન્જ-યલો એલર્ટ જાહેર

હિમાચલ પ્રદેશ હિમવર્ષા

હિમાચલ પ્રદેશ હિમવર્ષા
હિમાચલ પ્રદેશમાં રજાઓ માણવા ગયેલા પ્રવાસીઓ માટે બરફની મજા હવે મુશ્કેલીમાં ફેરવાઈ ગઈ છે. 26 જાન્યુઆરીના રોજ થયેલી ભારે હિમવર્ષાને કારણે રાજ્યના 1,250થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા છે, જેના પરિણામે હજારો લોકો અધવચ્ચે અટવાઈ પડ્યા છે.
ઠંડીનો કહેર અને એલર્ટની સ્થિતિ :
લાહુલ-સ્પીતિના તાબોમાં તાપમાન ગગડીને માઈનસ 10.2 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગે આજે એટલે કે 27 જાન્યુઆરી માટે કુલ્લુ, કિન્નૌર, ચંબા અને લાહુલ-સ્પીતિમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. જ્યારે શિમલા અને સોલન જેવા વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે હિમવર્ષા માટે 'યલો એલર્ટ' આપવામાં આવ્યું છે.
યુદ્ધના ધોરણે રેસ્ક્યુ કામગીરી :
રાજ્ય સરકાર દ્વારા રસ્તાઓ પુનઃસ્થાપિત કરવા માટે મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. PWD મંત્રી વિક્રમાદિત્ય સિંહના જણાવ્યા અનુસાર, બરફ હટાવવા માટે રાજ્યભરમાં 3,500 જેટલા જેસીબી અને સ્નો બ્લોઅર મશીનો તહેનાત કરવામાં આવ્યા છે. વહીવટી તંત્રનો પ્રયાસ છે કે મુખ્ય માર્ગોને વહેલી તકે ખોલી શકાય જેથી પ્રવાસીઓની અવરજવર શરૂ થઈ શકે
પ્રવાસીઓની મુશ્કેલી અને ખેતી પર અસર :
બરફવર્ષા જોવા આવેલા પ્રવાસીઓને અત્યારે ખાવા-પીવાની ચીજવસ્તુઓ અને પીવાના પાણી માટે ભારે સંઘર્ષ કરવો પડી રહ્યો છે. લપસણા રસ્તાઓને કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની છે. જોકે, સરકાર આ હિમવર્ષાને બગીચાઓ અને જળ સ્તર વધારવા માટે આશીર્વાદરૂપ માની રહી છે. તંત્રએ પ્રવાસીઓને હાલ પહાડી વિસ્તારોમાં મુસાફરી ટાળવા અને હવામાનની સૂચનાઓનું પાલન કરવા કડક સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ