Arvind Kejriwal ના આરોપનો Nayab Singh Saini એ આપ્યો જવાબ!, યમુનાનું પાણી પીધું
પાણીના ટેસ્ટમાં કોઈ ઝેર મળ્યું નથી : Nayab Singh Saini

હરિયાણા સરકાર કેજરીવાલ સામે કેસ દાખલ કરશે...

હરિયાણા સરકાર કેજરીવાલ સામે કેસ દાખલ કરશે...
હરિયાણાના CM નયાબ સિંહ સૈની બુધવારે દિલ્હીના પલ્લા ગામ પાસે યમુના નદી પર ગયા અને તેનું પાણી પીધું. તેમણે આ પગલું એવા સમયે લીધું છે જ્યારે ભાજપ, હરિયાણા સરકાર અને આમ આદમી પાર્ટી (AAP) યમુનાના ઝેરી પાણીને લઈને સામસામે છે. હકીકતમાં, અરવિંદ કેજરીવાલે હાલમાં જ આરોપ લગાવ્યો હતો કે હરિયાણા સરકારે યમુના નદીના પાણીમાં ઝેર ભેળવ્યું છે.
પાણીના ટેસ્ટમાં કોઈ ઝેર મળ્યું નથી : સૈની
યમુનાનું પાણી પીધા બાદ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે, આજે હું અહીં યમુના નદીના કિનારે આવ્યો છું અને યમુના નદીનું પાણી પીધું છે. વોટર રિસોર્સિસ ઓથોરિટીએ અહીંથી પાણીના સેમ્પલ લીધા હતા અને પાણીમાં કોઈ ઝેર જોવા મળ્યું ન હતું. તેમણે કહ્યું કે, કેજરીવાલે હરિયાણાની ભાજપ સરકાર પર યમુના નદીમાં ઝેર ઓકવાનો આરોપ લગાવ્યો છે. તેમણે સામૂહિક નરસંહારની વાત કરી હતી. અરવિંદ કેજરીવાલે આખી જીંદગી જૂઠું બોલ્યા અને હવે તેઓ જુઠ્ઠું બોલી રહ્યા છે.
હરિયાણા સરકાર કેજરીવાલ સામે કેસ દાખલ કરશે...
અગાઉ, હરિયાણા સરકારના પ્રધાન વિપુલ ગોયલે બુધવારે કહ્યું હતું કે, યમુનામાં "ઝેર" ભેળવવા અંગેના તેમના નિવેદન પર આમ આદમી પાર્ટી (AAP) સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે કેસ નોંધવામાં આવશે. સોનીપતમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ (CJM) કોર્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવશે. ગોયલે કહ્યું, "કેજરીવાલે દિલ્હી અને હરિયાણાના લોકોમાં ગભરાટ ફેલાવવાનું બેજવાબદાર નિવેદન આપ્યું છે. હરિયાણા સરકાર તેમની સામે સોનીપતની CJM કોર્ટમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 2 (D) અને 54 હેઠળ કેસ નોંધવા જઈ રહી છે. .
કેજરીવાલ અને CM આતિશીએ આ આરોપ લગાવ્યો હતો...
તમને જણાવી દઈએ કે, દિલ્હીના પૂર્વ CM કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે હરિયાણાની ભાજપ સરકાર યમુના નદીમાં "ઝેર ભેળવીને" લોકોને મારવાનો પ્રયાસ કરી રહી છે, દિલ્હીના CM આતિશીએ પણ સોમવારે આરોપ લગાવ્યો હતો કે ભાજપ "જાણી જોઇને દેલ્હીની જળ આપૂર્તિને બાધિત કરી રહી છે." પાણી પુરવઠો ખોરવાઈ રહ્યો હોવાના આમ આદમી પાર્ટી (AAP)ના આરોપો પર ભાજપ સતત પ્રહારો કરી રહ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ