ગ્વાલિયર:પૂરપાટ SUVએ રિક્ષાને ફંગોળી, 5ના કરૂણ મોત
મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં મોડી રાત્રે કાળમુખી SUVએ રિક્ષાને મારી ટક્કર

ગ્વાલિયર ભયાનક માર્ગ અકસ્માત

ગ્વાલિયર ભયાનક માર્ગ અકસ્માત
મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરમાં બુધવારે મોડી રાત્રે એક કંપારી છૂટી જાય તેવી માર્ગ દુર્ઘટના સર્જાઈ છે. શહેરના થાટીપુર વિસ્તારમાં આવેલા જૈન મંદિર પાસે પૂરપાટ ઝડપે આવી રહેલી એક બેકાબૂ એસયુવી (SUV) કારે રિક્ષાને જોરદાર ટક્કર મારતા પાંચ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ અકસ્માતમાં અન્ય ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે સ્થાનિક ટ્રોમા સેન્ટરમાં ખસેડવામાં આવ્યા છે.
મોડી રાત્રે સર્જાયો મોતનો તાંડવ :
પોલીસ તપાસમાં બહાર આવેલી વિગતો મુજબ, આ અકસ્માત રાત્રે આશરે 3 વાગ્યાની આસપાસ બસ સ્ટેન્ડ નજીકના વિસ્તારમાં સર્જાયો હતો. એસયુવીના ચાલકે સૌપ્રથમ બસ સ્ટેન્ડ પાસે એક અન્ય વાહનને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને કાર બેકાબૂ બની ગઈ હતી. પૂરપાટ ઝડપે દોડતી આ કાર આગળ જઈને જૈન મંદિર પાસે ઉભેલી એક ઓટો રિક્ષા સાથે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષાનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
મૃતકો અને ઈજાગ્રસ્તોની વિગત :
આ અકસ્માત એટલો ભયાનક હતો કે 4 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે એક વ્યક્તિનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
મૃતકોના નામ :
ઇન્દ્રજીત શાક્ય (55 વર્ષ)
લીલા (52 વર્ષ)
શુભમ (30 વર્ષ)
પ્રીતિ કશ્યપ (60 વર્ષ)
શગુન
ઈજાગ્રસ્તોની વિગત :
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોમાં 20 વર્ષીય પ્રીતિ, 5 વર્ષીય પ્રિયાંશ અને 6 વર્ષીય આરવનો સમાવેશ થાય છે. આ ઉપરાંત એક અજ્ઞાત વ્યક્તિ પણ ગંભીર રીતે ઘાયલ છે. તમામ ઇજાગ્રસ્તોની હાલત નાજુક હોવાનું જણાવાઈ રહ્યું છે અને તેઓ હાલ ટ્રોમા સેન્ટરમાં નિષ્ણાત તબીબોની દેખરેખ હેઠળ છે.
પોલીસ કાર્યવાહી અને ડ્રાઈવરની ધરપકડ :
ઘટનાની જાણ થતા જ સીએસપી અતુલ કુમાર સોની સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા એસયુવી કારના ચાલકની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક દ્રષ્ટિએ અકસ્માતનું કારણ કારની અતિશય ગતિ અને ડ્રાઈવરની બેદરકારી માનવામાં આવી રહી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે અકસ્માત સમયે ડ્રાઈવર નશાની હાલતમાં હતો કે કેમ. આ માટે ડ્રાઈવરનું મેડિકલ પરીક્ષણ અને બ્લડ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
આ ઘટનાને પગલે સમગ્ર ગ્વાલિયરમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?