વાંચો.. કેટલા ટકા ગુજરાતીઓ ગાળો બોલે છે
જો કે આ સર્વેમાં 80 ટકા સ્કોર સાથે દિલ્હી પહેલા નંબરે

જો કે આ સર્વેમાં 80 ટકા સ્કોર સાથે દિલ્હી પહેલા નંબરે

જો કે આ સર્વેમાં 80 ટકા સ્કોર સાથે દિલ્હી પહેલા નંબરે
તમને ખબર જ હશે કે ગુસ્સામાં આવી ગયેલી વ્યક્તિના મોંઢામાંથી ગાળ કે અપશબ્દો સરી પડે છે. ગાળ બોલવાને આપણે સહજતાથી લઇ લેતા હોઇએ છીએ કે ગુસ્સામાં માણસ કંઇ પણ બોલે. જો કે ગુજરાતમાં કેટલાક વિસ્તારો એવા પણ છે કે જ્યાં ગાળ બોલવી સામાન્ય બાબત છે. દેશમાં પણ કેટલાક રાજ્યો એવા છે કે જ્યાંના લોકો સરળતાથી સામાન્ય ભાવમાં પણ ગાળ બોલતા હોય છે. જો કે અહી વાત એક રિસર્ચની કરવી છે.
મહર્ષી દયાનંદ યુનિવર્સિટીના એક પ્રોફેસર અને સેલ્ફી વિથ ડોટર ઉફન્ડેશનના સ્થાપક ડો.સુનિલ જાગલાને 11 વર્ષના લાંબા ગાળા બાદ એક સંશોધન કર્યું છે ગાલી બંધ ઘર નામના સર્વેમાં તેમના અભ્યાસમાં બહાર આવ્યું છે કે અપશબ્દો કે ગાળ બોલવામાં દિલ્હી દેશમાં ટોચના ક્રમાંકે છે. દિલ્હીમાં 80 ટકા લોકો ગાળ બોલે છે તો 78 ટકા સાથે પંજાબ બીજા સ્થાને, 74 ટકા સાથે ઉત્તર પ્રદેશ ત્રીજા ક્રમાંકે છે. 68 ટકા સાથે રાજસ્થાન ચોથા અને 62 ટકા સાથે હરિયાણા પાંચમા ક્રમાંકે છે. અહી માતા બહેન કે પુત્રી સામે પણ લોકો અપશબ્દોનો ઉપયોગ કરે છે.
આગળ વાત કરીએ તો મહારાષ્ટ્રમાં 58 ટકા ગાળ બોલાય છે તો ગુજરાતમાં 55 ટકા ગાળ બોલાય છે. મધ્યપ્રદેશમાં 48 ટકા અને ઉત્તરાખંડમાં 45 ટકા ગાળ બોલે છે. અભ્યાસ મુજબ કાશ્મીરમાં 15 ટકા ગાળ લોકો ગાળ બોલે છે.આ સર્વેમાં એવી વાત પણ બહાર આવી છે કે 30 ટકા મહિલાઓ અને છોકરીઓ પણ ગાળ બોલે છે.
આ સર્વેમાં અંદાજે 70 હજાર લોકોનો સમાવેશ કરાયો હતો જેમાં યુવો, માતા પિતા, શિક્ષકો, પોલીસ કર્મચારીઓ, ડોક્ટરો અને વકીલો તથા રિક્ષા ચાલકો, સ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓ ઉદ્યોગપતિઓ અને ગ્રામ પંચાયતના સભ્યોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો---
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...