INDIGO ઝંઝટ બાદ સરકારની બે નવી એરલાઇન્સને મંજૂરી
મુસાફરો માટે સારા સમાચાર: ઈન્ડિગોના વિકલ્પ તરીકે મેદાનમાં ઉતરશે નવા ખેલાડીઓ

સરકારની બે નવી એરલાઇન્સને મંજૂરી

સરકારની બે નવી એરલાઇન્સને મંજૂરી
ભારતીય એવિએશન ક્ષેત્રે છેલ્લા કેટલાક સમયથી જોવા મળતી 'મોનોપોલી' (એકાધિકાર) તોડવા માટે કેન્દ્ર સરકારે કમર કસી છે. ઈન્ડિગોમાં તાજેતરમાં સર્જાયેલી ઓપરેશનલ ક્રાઈસીસ, ફ્લાઈટ્સ રદ થવાની ઘટનાઓ અને મુસાફરોની હાલાકી બાદ કેન્દ્ર સરકારે વધુ બે નવી એરલાઇન્સ – 'અલ હિન્દ એર' અને 'ફ્લાયએક્સપ્રેસ'ને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મંજૂર કર્યા છે. અગાઉ 'શંખ એર'ને પણ મંજૂરી મળી ચૂકી છે.
બજારમાં સ્પર્ધા વધારવાનો ઉદ્દેશ્ય કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ જણાવ્યું હતું કે, ભારતીય આકાશમાં નવી એરલાઇન્સનું સ્વાગત કરવું એ સરકારની પ્રાથમિકતા છે. હાલમાં ભારતીય સ્થાનિક બજારમાં ઈન્ડિગો (60%થી વધુ હિસ્સો) અને ટાટા ગ્રુપની એર ઈન્ડિયા (25% હિસ્સો) મળીને કુલ 90% ટ્રાફિક પર કબજો ધરાવે છે. જ્યારે કોઈ એક મોટી એરલાઇનમાં ટેકનિકલ કે સ્ટાફની સમસ્યા સર્જાય છે, ત્યારે આખા દેશનું વિમાની નેટવર્ક ખોરવાઈ જાય છે. આ નિર્ભરતા ઘટાડવા માટે નવા પ્રતિસ્પર્ધીની જરૂરિયાત ઉભી થઈ છે.
અલ હિન્દ એર: આ કેરળ સ્થિત પ્રતિષ્ઠિત 'અલહિન્દ ગ્રુપ'નો હિસ્સો છે.
ફ્લાયએક્સપ્રેસ: હૈદરાબાદ સ્થિત કુરિયર અને કાર્ગો સેવાઓ પૂરી પાડતી કંપની દ્વારા તેને સમર્થન પ્રાપ્ત છે.
શંખ એર: આ એરલાઇન ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરો જેવા કે લખનૌ, વારાણસી અને આગ્રાને મેટ્રો શહેરો સાથે જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આગામી પડકારો
NOCથી AOC સુધીની સફર જોકે, NOC મળવું એ માત્ર શરૂઆત છે. આ કંપનીઓએ હવે ડીજીસીએ (DGCA) પાસેથી એર ઓપરેટર સર્ટિફિકેટ (AOC) મેળવવું પડશે. આ માટે કંપનીએ પોતાની આર્થિક ક્ષમતા સાબિત કરવી પડશે, વિમાનો વસાવવા પડશે, ટ્રેન્ડ ક્રૂ મેમ્બર્સની ભરતી કરવી પડશે અને સુરક્ષાના તમામ માપદંડો પૂર્ણ કરવા પડશે.
'ઉડાન' (UDAN) જેવી યોજનાઓ હેઠળ સરકાર નાના શહેરોની કનેક્ટિવિટી વધારવા માંગે છે, જેમાં આ નવી એરલાઇન્સ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
સરકાર દ્વારા બે નવી એરલાઈન્સને NOC મંજૂર થતાં, નવી એરલાઈન્સની જાહેરાત બાદ આજે, 24 ડિસેમ્બરે IndiGoના શેરમાં 2%થી વધુ ઘટાડો નોંધાયો છે. વધતી સ્પર્ધાની ચિંતા વચ્ચે શેર ₹5,047 સુધી સરક્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ