રાજસ્થાનના સિરોહીમાં ઇન્જેક્શનથી બાળકીનું મોતઃ બોગસ તબીબની કરી ધરપકડ
ઈન્જેક્શન આપતાની સાથે છોકરીના હોઠ અને જીભ કાળા પડી ગયા બાદ થયું હતું મોત

મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી બોગસ તબીબ સામે કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગનો આદેશ

મૃતદેહનું પોસ્ટ મોર્ટમ કરાવી બોગસ તબીબ સામે કાર્યવાહી કરવા આરોગ્ય વિભાગનો આદેશ
રાજસ્થાનના સિરોહીમાં શરદી અને ખાંસીથી પીડાતી એક બાળકીનું ખોટા ઇન્જેક્શનને કારણે મૃત્યુ થયું છે. ઇન્જેક્શન આપ્યા બાદ બાળકીને ઉલટી થઈ હતી. ત્યારબાદ હોઠ અને જીભ કાળા થઈ ગયા હતા. સિરોહી જિલ્લાના સ્વરૂપગંજના કચોલી ગામની આ ઘટના બાદ પોલીસે ઝોલા છાપ ડોક્ટર મન્સૂર અલીની ધરપકડ કરી છે. જ્યારે આરોગ્ય વિભાગે સ્થાનિક તંત્રને કાર્યવાહી કરવા આદેશ આપ્યો છે.
સિરોહી જિલ્લાના કચોલીના રહેવાસી નરપતસિંહે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યુ છે કે, તેમની 8 વર્ષની પુત્રી જ્હાન્વી ધોરણ 3 માં અભ્યાસ કરતી હતી. તેણીને શાળાએથી પાછા ફર્યા બાદ શરદી અને ખાંસીની તકલીફ થઈ હતી. તેથી માતા-પિતા સારવાર માટે બોગસ તબીબ મન્સૂર અલી પાસે લઈ ગયા હતા.
બોગસ તબીબ ડો. મન્સૂર અલીએ જ્હાન્વીને ઇન્જેક્શન આપવાની સલાહ આપી હતી. તેથી પરિવારે શરૂઆતમાં ઇનકાર કર્યો હતો. પરંતુ ડૉક્ટરે ખાતરી આપી કે ઇન્જેક્શનથી બાળકીની તબિયત સુધરશે. ઇન્જેક્શન આપ્યા પછી બાળકીની હાલત સુધરવાના બદલે બગડી હતી. તેણીને ઉલટી થવા લાગી હતી. ત્યારબાદ તેણીના હોઠ અને જીભ કાળા થઈ ગયા હતા અને થોડીવારમાં તે મૃત્યુ પામી હતી.
બાળકીના મોત બાદ બોગસ તબીબે કહ્યું કે તેણીની તબિયત સારી નહી હોવાથી અન્ય હોસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી હતી. તેથી પરિવારજનો બાળકીને આબુ રોડની સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ડોક્ટરોએ તેણીને મૃત જાહેર કરી હતી.
સિરોહી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO) દિનેશ ખરારીએ બાળકીના મોત પર ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે મેડિકલ બોર્ડ દ્વારા બાળકીનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે. તેમણે તમામ બ્લોક મેડિકલ અને આરોગ્ય અધિકારીઓને બોગસ તબીબો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્દેશ આપ્યો છે. તેઓ આ મામલે કાર્યવાહી નહીં કરે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે.
સ્થાનિક પોલીસે આરોપી બોગસ તબીબ ડોક્ટર મન્સૂર અલીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
-રોશનીસિંહ
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ