મુઝફ્ફરનગરમાં ગેસ સિલિન્ડર વિસ્ફોટ
એક જ પરિવારના ત્રણ સભ્યો જીવતા ભળ્યા, એક ગંભીર ઘાયલ

ગેસ સિલિન્ડર વિસ્ફોટ

ગેસ સિલિન્ડર વિસ્ફોટ
ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાં સોમવારે (૨૯ ડિસેમ્બર) એક દુઃખદ અકસ્માત બન્યો હતો. નઈ મંડી કોતવાલી વિસ્તારમાં આવેલી પોશ કોલોની વસુંધરા રેસિડેન્સીના એક ફ્લેટમાં અચાનક બે વિસ્ફોટ થયા, જેના કારણે ભીષણ આગ લાગી ગઈ. આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે દાઝી ગયો હતો.
મૃતકોની ઓળખ અમિત ગૌર (૪૦), તેમના મોટા ભાઈ નીતિન ગૌર (૪૫) અને માતા સુશીલા દેવી (૬૫) તરીકે થઈ છે. અમિત ગૌર દેવબંદ તાલુકામાં કાનુનગો તરીકે ફરજ બજાવતા હતા અને શામલી જિલ્લાના રહેવાસી હતા. તેઓ પરિવાર સાથે વસુંધરા રેસિડેન્સીમાં ભાડાના ફ્લેટમાં રહેતા હતા, જ્યાં તેઓ માત્ર બે મહિના પહેલા જ રહેવા આવ્યા હતા.
ઘટના વખતે અમિતની પત્ની રીચા અને બે પુત્રીઓ અક્ષિકા તથા આરાધ્યા કોલોનીમાં પાળતુ કૂતરા સાથે ફરવા ગયા હતા. સ્થાનિકોએ ધુમાડો જોઈને તેમને જાણ કરી હતી. આ દરમિયાન વિસ્ફોટ થયો હતો.
બચાવ કાર્ય દરમિયાન પાડોશી આદિત્ય રાણા ગંભીર રીતે દાઝી ગયો હતો અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પોલીસ અધિકારી એસપી સિટી સત્યનારાયણ પ્રજાપતિએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસમાં ઘરમાંથી બે ફાટેલા એલપીજી સિલિન્ડરના અવશેષ મળી આવ્યા છે. તેમજ એક અંગીઠી (સગડી) પણ મળી છે, જેના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે. વિસ્ફોટનો અવાજ દૂર સુધી સંભળાયો હતો અને આગ પર કાબુ મેળવવામાં ફાયર બ્રિગેડને ઘણા કલાકો લાગ્યા હતા.
સ્થાનિક રહેવાસી અનુરાગે કહ્યું, "અચાનક ધડાકો સંભળાયો અને આગની જ્વાળાઓ દેખાઈ. અમે તરત ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી."
આ ઘટના પર પોલીસ તપાસ ચાલુ છે અને ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી છે. આ અકસ્માતથી વિસ્તારમાં શોકનું મોજું છવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ