ટ્રેડિંગના નામે છેતરપિંડી; સાયબર ગેંગનો પર્દાફાશ
કંબોડિયા કનેક્શન? મ્યુલ એકાઉન્ટ્સ દ્વારા નાણાંની હેરાફેરી કરતી ગેંગ પકડાઈ, 11 જેલભેગા

સાયબર ગેંગનો પર્દાફાશ

સાયબર ગેંગનો પર્દાફાશ
દિલ્હી પોલીસના સાઉથ-વેસ્ટ ડિસ્ટ્રિક્ટના સાયબર પોલીસ સ્ટેશને દિલ્હી અને મુંબઈમાં સક્રિય રોકાણ છેતરપિંડીના એક મોટા સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે.
આ ગેંગે એક 60 વર્ષીય વરિષ્ઠ નાગરિકને ઊંચા વળતરની લાલચ આપી રૂ. 22.67 લાખ પડાવી લીધા હતા. પોલીસે આ મામલે 11 આરોપીઓની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મોટા પ્રમાણમાં ડિજિટલ ઉપકરણો જપ્ત કર્યા છે.
કઈ રીતે થતી હતી છેતરપિંડી?
દક્ષિણ-પશ્ચિમ જિલ્લાના ડીસીપી અમિત ગોયલે જણાવ્યું કે, આ ઠગાઈની શરૂઆત ફેસબુક પરની એક ભ્રામક જાહેરાતથી થઈ હતી. આ જાહેરાતમાં નાણામંત્રીના ભાષણનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો અને AI-આધારિત ટ્રેડિંગ પ્લેટફોર્મ દ્વારા મોટા નફાની ખાતરી આપવામાં આવી હતી.
વૃદ્ધે જ્યારે પ્લેટફોર્મ પર રજિસ્ટ્રેશન કર્યું, ત્યારે 'મુદ્રા વન' જેવી એપ્સ અને વેબ પ્લેટફોર્મ દ્વારા તેમને રોકાણ કરવા સમજાવવામાં આવ્યા હતા. પૈસા ટ્રાન્સફર થયા બાદ આરોપીઓએ સંપર્ક તોડી નાખ્યો હતો.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને મની ટ્રેલ ટ્રેકિંગ દ્વારા તપાસ શરૂ કરી હતી. તપાસમાં બહાર આવ્યું કે આ ગેંગ દિલ્હીના રોહિણી અને નેતાજી સુભાષ પ્લેસ (NSP) વિસ્તારમાં ઓફિસો ચલાવતી હતી, જ્યાં તેઓ નકલી દસ્તાવેજોના આધારે 'મ્યુલ બેંક એકાઉન્ટ્સ' ખોલવાનું કામ કરતા હતા.
દિલ્હીમાંથી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ત્યારબાદ રાજસ્થાનના બિયાવર જિલ્લામાં દરોડા પાડીને વધુ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
કંબોડિયા કનેક્શન
તપાસમાં ખુલાસો થયો છે કે આ એકાઉન્ટ્સનો ઉપયોગ કંબોડિયામાં બેઠેલા સાયબર ગુનેગારો દ્વારા નાણાંની હેરાફેરી કરવા માટે થતો હતો. પોલીસે આરોપીઓ પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે:
40 મોબાઈલ ફોન અને 92 નકલી સિમ કાર્ડ.
39 પાસબુક અને ચેકબુક.
27 એટીએમ કાર્ડ અને 4 પાન કાર્ડ.
લેપટોપ, ડેસ્કટોપ, POS મશીન અને યુપીઆઈ સ્કેનર.
હાલમાં પોલીસ આ સિન્ડિકેટના અન્ય સભ્યોની શોધખોળ કરી રહી છે અને આ નેટવર્ક દ્વારા અન્ય કેટલા લોકો ભોગ બન્યા છે તેની તપાસ ચાલી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?