અચાનક યુદ્ધવિરામથી પૂર્વ સેના અધિકારીઓ સ્તબ્ધઃ સીઝ ફાયર અંગે આશ્ચર્ય વ્યક્ત કર્યુ
સીઝફાયરનો આદેશ ચોંકાવનારોઃ વી.પી.મલિક, હવે આગળ વધુ તક મળશે નહીઃ મનોજ નરવણે

કેટલાક નિવૃત સૈન્ય ઓફિસરોએ પણ સોશિયલ મીડિયામાં સીઝ ફાયર અંગે નિરાશા વ્યક્ત કરી

કેટલાક નિવૃત સૈન્ય ઓફિસરોએ પણ સોશિયલ મીડિયામાં સીઝ ફાયર અંગે નિરાશા વ્યક્ત કરી
પહેલગામના આતંકવાદી હુમલા બાદ ભારતે શરૂ કરેલી જવાબી કાર્યવાહીથી પાકિસ્તાન સામે મજબૂત સ્થિતિ હતી. તેમ છતાં અચાનક સીઝફાયરના નિર્ણયથી સેનાના પૂર્વ પ્રમુખ સહિત ઘણા પૂર્વ સૈનિકો સ્તબ્ધ છે. જ્યારે કેટલાક નિવૃત સૈન્ય ઓફિસરોએ સોશિયલ મીડિયા પર લખ્યું કે આપણા રક્ષા દળ પાકિસ્તાનની ભૂગોળ બદલવા માટે તૈયાર હતા. પરંતુ સીઝ ફાયરના નિર્ણયથી નિરાશા થઈ છે.
વર્ષ 1999માં કારગીલ યુદ્ધ દરમિયાન જનરલ વી.પી. મલિક સેનાધ્યક્ષ હતા. તે સમયે ભારતે પાકિસ્તાન સામે વિજય પ્રાપ્ત કર્યો હતો. ભારત-પાક વચ્ચે થયેલા યુદ્ધ વિરામના નિર્ણય અંગે પૂર્વ આર્મી ચીફ જનરલ મલિકે આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે, ભારત-પાક સંઘર્ષમાં આપણી સ્થિતિ મજબૂત હતી. આપણે દુશ્મનને ઘણું નુકસાન પહોંચાડયું. એવામાં સીઝ ફાયરનો આદેશ ચોંકાવનારો છે. જનરલ મલિકે જણાવ્યું કે, પહેલગામમાં થયેલા પાકિસ્તાની આતંકવાદી હુમલા પછી લેવામાં આવેલી લશ્કરી અને બિન લશ્કરી કાર્યવાહીથી કોઈ રાજકીય કે વ્યૂહાત્મક લાભ થયો કે નહીં? ઈતિહાસ પૂછશે કે ભારતે આ યુદ્ધથી શું મેળવ્યું?
પાકિસ્તાન સામે મજબૂત વલણ હોવા છતાં યુદ્ધવિરામ પર પૂર્વ સૈનિકોએ પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પૂર્વ આર્મી ચીફ મનોજ નરવણેએ પણ સોશિયલ મીડિયા પર લખ્યું કે, આજે સાંજે 5 વાગ્યાથી સમુદ્ર અને આકાશમાં લશ્કરી કાર્યવાહી બંધ કરવી સ્વાગત પાત્ર પગલું છે. કાયમી અને લાંબા ગાળાના ઉકેલ માટે દબાણ જાળવવું પડશે. આતંકવાદને કારણે જીવ ગુમાવતા રહીએ તે અભિગમ ચાલશે નહીં. ત્રીજી વખત થયું છે. હવે આગળ વધુ તક મળશે નહીં. જનરલ નરવણે ડિસેમ્બર-2019થી એપ્રિલ 2022 સુધી સેનાધ્યક્ષ હતા. ચીન સરહદ પર તણાવ ઓછો કરવા માટે તેઓ જાણીતા છે.
જાણીતા રાજકીય વિચારક અને લેખક બ્રહ્મા ચેલાનીએ જણાવ્યું કે જીતને હારમાં ફેરવવી એ ભારતીય રાજનીતિની જૂની પરંપરા છે. તેઓએ 1948 થી 2025 સુધીના ભારત સરકારે લીધેલા આશ્ચર્યજનક પગલા અંગે જણાવ્યુ હતુ. તેમણે ઉમેર્યુ કે, વર્ષ 1948માં ભારત જમ્મુ-કાશ્મીરનો મામલો સંયુક્ત રાષ્ટ્રમાં લઈ ગયું. સેના વિજયની આરે હતી. પરંતુ ભારત યુદ્ધવિરામ માટે સંમત થયું. વર્ષ 1954: કોઈપણ લેણદેણ વિના ભારતે તિબેટમાં તેના વધારાના પ્રાદેશિક અધિકારો છોડી દીધા અને 'ચીનના તિબેટ ક્ષેત્ર' ને માન્યતા આપી. વર્ષ 1960: સંધિ દ્વારા સિંધુ બેઝિનનું 80 ટકા પાણી પાકિસ્તાન માટે આરક્ષિત કરી દે છે. વર્ષ 1966: 1965ના યુદ્ધ પછી ભારતે વ્યૂહાત્મક રીતે હાજીપીર પાકને પરત કર્યું. તે સ્થળ ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી માટે લોન્ચ પેડ બન્યું. વર્ષ 1972: શિમલામાં ભારત યુદ્ધમાં મળેલા લાભને કોઇપણ બદલા વિના પાકિસ્તાનને સોંપી દે છે. વર્ષ 2021: ચીન 2020માં ચૂપચાપ લદ્દાખમાં ઘુસણખોરી કરે છે. ભારત વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ કૈલાશ હાઇટ્સ ખાલી કરી દે છે. વર્ષ 2025: ભારત 'ઓપરેશન સિંદૂર' શરૂ કર્યુ. પરંતુ પાંચમા દિવસ પછી કોઈ સ્પષ્ટ લક્ષ્ય પ્રાપ્ત કર્યા વિના તેને અટકાવી દીધું હતુ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ પર કથિત ફાયરિંગ કેસમાં મોટો અપડેટ! રાજસ્થાનના કોટામાં પુણે-જયપુર એક્સપ્રેસ ટ્રેનમાંથી 3 શંકાસ્પદ ઝડપાયા, જેમાં એક 17 વર્ષનો સગીર હોવાનો દાવો છે.

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.