વિદ્યાર્થીનીઓના બેગમાંથી 3.5 કરોડનું વિદેશી ચલણ જપ્ત, હવાલા રેકેટનો પર્દાફાશ
મહારાષ્ટ્રના પુણેમાં કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ ગુપ્ત માહિતીના આધારે હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો...

દાણચોરી માટે વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓનો ઉપયોગ...

દાણચોરી માટે વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓનો ઉપયોગ...
મહારાષ્ટ્રના પુણેમાં કસ્ટમ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ ગુપ્ત માહિતીના આધારે હવાલા રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટ વિદેશી ચલણની દાણચોરી માટે વિદેશ પ્રવાસ કરતા વિદ્યાર્થીઓનો ઉપયોગ કરતું હતું. તપાસમાં જાણવા મળ્યું કે, વિદ્યાર્થીનીઓના બેગમાં પુસ્તકો વચ્ચે વિદેશી ચલણ છુપાવવામાં આવ્યું હતું. અધિકારીઓએ આ 3 વિદ્યાર્થિનીઓ પાસેથી કુલ 4,00,100 US ડોલર જપ્ત કર્યા છે, જેની કુલ કિંમત આશરે 3.5 કરોડ રૂપિયા છે. AIU ના સૂત્રોએ જણાવ્યું હતું કે આ કેસમાં પુણે સ્થિત ટ્રાવેલ એજન્ટ ખુશ્બુ અગ્રવાલ અને મુંબઈ સ્થિત ફોરેક્સ ડીલર મોહમ્મદ આમિરની ધરપકડ કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓને ચલણ વિશે ખબર નહોતી...
સૂત્રોએ જણાવ્યું હતું કે, જ્યારે વિદ્યાર્થિનીઓની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે તેમને દુબઈની એક ઓફિસમાં પહોંચાડવા માટે કેટલાક દસ્તાવેજો આપવામાં આવ્યા હતા. વિદ્યાર્થીનીઓને ખબર નહોતી કે તેમની બેગમાં વિદેશી ચલણ છુપાયેલું છે. AIU એ જણાવ્યું હતું કે 17 ફેબ્રુઆરીના રોજ, કસ્ટમ વિભાગને ગુપ્ત માહિતી મળી હતી જેના આધારે તેમણે તેમના દુબઈ અધિકારીઓને સતર્ક કર્યા હતા અને પુણેથી દુબઈ જતી 3 વિદ્યાર્થિનીઓ પર નજર રાખી હતી. ભારત પરત ફર્યા પછી, કસ્ટમ અધિકારીઓએ તેની બેગની તપાસ કરી અને છુપાયેલ વિદેશી ચલણ જપ્ત કર્યું . વિદ્યાર્થીઓએ કસ્ટમ અધિકારીઓને જણાવ્યું કે બેગ તેમના ટ્રાવેલ એજન્ટ ખુશ્બુ અગ્રવાલની છે.
'ઉડાન ભરતા પહેલા જ તેમને 2 બેગ આપી દીધા'
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે પુણેથી ઉડાન ભરતા પહેલા, અગ્રવાલે તેમને બે બેગ આપી અને કહ્યું કે તેમાં તેમની દુબઈ ઓફિસ માટે મહત્વપૂર્ણ દસ્તાવેજો છે. વિદ્યાર્થીઓને ખબર નહોતી કે બેગમાં વિદેશી ચલણ રાખવામાં આવ્યું છે. ત્યારબાદ અધિકારીઓએ મુંબઈના ફોર્ટ વિસ્તારમાં આવેલી એક ફોરેક્સ ફર્મ પર દરોડો પાડ્યો અને 45 લાખ રૂપિયાનું વિદેશી ચલણ જપ્ત કર્યું અને દાણચોરીમાં સામેલ મોહમ્મદ આમિર નામના વ્યક્તિની ધરપકડ કરી. સંયુક્ત કાર્યવાહીમાં, પુણે, મુંબઈ અને અમદાવાદના કસ્ટમ અધિકારીઓની ટીમે ત્રણેય શહેરોમાં એકસાથે 10 સ્થળોએ દરોડા પાડ્યા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ