ઉનાળામાં ફ્લાઈટ્સમાં ઘટાડો, હવાઈ મુસાફરી મોંઘી થશે
ગયા વર્ષની સરખામણીએ આ ઉનાળામાં ફ્લાઈટ્સમાં ઘટાડો, DGCAનો આદેશ

ઉનાળામાં ફ્લાઈટ્સમાં ઘટાડો

ઉનાળામાં ફ્લાઈટ્સમાં ઘટાડો
આ વર્ષે ઉનાળાના વેકેશનમાં હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહેલા પ્રવાસીઓ માટે માઠા સમાચાર છે.
નાગરિક ઉડ્ડયન નિયામક DGCAએ રવિવારથી લાગુ થયેલા ઉનાળાના શેડ્યૂલમાં ઘરેલું ફ્લાઈટ્સની સંખ્યામાં આશરે 12% જેટલો મોટો કાપ મૂક્યો છે. મુસાફરોને પડતી હાલાકી અને એરલાઈન્સની ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ વખતે કડક વલણ અપનાવવામાં આવ્યું છે.
ઇન્ડિગોના અંદાજ પર DGCAની લાલ આંખ
દેશની સૌથી મોટી એરલાઈન ઇન્ડિગોએ દર અઠવાડિયે એક નવું વિમાન મેળવવાનો અંદાજ રજૂ કર્યો હતો. જોકે, DGCA એ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે જ્યાં સુધી એરલાઈન પાસે પૂરતા સંસાધનો અને પાયલોટ ન હોય ત્યાં સુધી નવી ફ્લાઈટ્સ માટે મંજૂરી આપવામાં આવશે નહીં.
અધિકારીઓએ જણાવ્યું કે, એરલાઈન્સે પહેલા પોતાની ક્ષમતા સાબિત કરવી પડશે, ત્યારબાદ જ ફ્લાઈટ્સ વધારવાની પરવાનગી અપાશે.
કેમ લેવો પડ્યો આ નિર્ણય?
ગયા વર્ષે ડિસેમ્બરમાં મુસાફરોએ ફ્લાઈટ કેન્સલેશન અને વિલંબને કારણે ભારે હાલાકી ભોગવવી પડી હતી. એવિએશન અધિકારીઓના મતે, "અમે ગયા વર્ષે જે ભૂલ થઈ હતી તેનું પુનરાવર્તન કરવા માંગતા નથી. એરલાઈન્સ તેમની ક્ષમતા કરતા વધુ ફ્લાઈટ્સનું બુકિંગ ન કરી લે તે માટે આ વખતે વધારાની સાવચેતી રાખવામાં આવી છે."
આ નિર્ણયને કારણે લગભગ તમામ એરલાઈન્સે તેમના ઉનાળાના શેડ્યૂલમાં ફ્લાઈટ્સની સંખ્યા મર્યાદિત રાખી છે.
ગયા વર્ષે ઉનાળાના શેડ્યૂલમાં DGCA એ સાપ્તાહિક 25,610 ઘરેલું ઉડાન મંજૂર કરી હતી. તેની સરખામણીએ આ વર્ષે ઉડાનની સંખ્યામાં આશરે 3,000નો ઘટાડો થવાની સંભાવના છે. ફ્લાઈટ્સની સંખ્યા ઘટવાને કારણે પીક સીઝનમાં એર ટિકિટના ભાવમાં વધારો થઈ શકે છે, જેની સીધી અસર પ્રવાસીઓના ખિસ્સા પર પડશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?