UPના મિર્ઝાપુરમાં ગમખ્વાર અકસ્માત, 11 લોકો ભડથું
અકસ્માત બાદ બે કારમાં આગ લાગતાં કારમાં સવાર તમામ લોકો સળગી ગયા, ગંભીર દુર્ઘટના

અકસ્માત બાદ બંને કાર સળગી જતાં તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા

અકસ્માત બાદ બંને કાર સળગી જતાં તેમાં સવાર તમામ લોકોના મોત થયા હતા
ઉત્તરપ્રદેશના મિર્ઝાપુરના ડ્રમંડગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બરકા ખુમાન ચોકડી પાસે બુધવારે રાત્રે ટ્રકે બે કારને જોરદાર ટક્કર મારતા અફરાતફરી મચી ગઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે બંને કારમાં આગ લાગી ગઈ હતી અને થોડી જ ક્ષણોમાં તેમાં સવાર લોકો જીવતા સળગી ગયા હતા.
અકસ્માતગ્રસ્ત બોલેરો કારમાં 8 લોકો મુસાફરી કરી રહ્યા હતા. તેમાં બે મહિલાઓ અને બે બાળકો સામેલ હતા. દરમિયાન, સ્વિફ્ટ ડિઝાયરમાં ફક્ત ડ્રાઇવર દ્વારા જ સવાર હતો. તમામ વ્યક્તિઓ આગમાં ભડથું થઈ ગયા હતા. જ્યારે ટ્રકના ક્લીનરે પણ અકસ્માતમાં જીવ ગુમાવ્યો. ગંભીર અકસ્માતમાં, 9 લોકો જીવતા સળગી જતાં મૃત્યુઆંક 11 થયો હતો.
પોલીસ અધિક્ષક અપર્ણા રજત કૌશિકે જણાવ્યું કે મધ્યપ્રદેશથી મિર્ઝાપુર તરફ જતું એક ટ્રેલર આગળ વધી રહ્યું હતું. જેની પાછળ એક સ્વિફ્ટ ડિઝાયર અને એક બોલેરો કાર આવી રહી હતી. પાછળથી આવતી ચણાથી ભરેલી બીજી ટ્રકે બે કારને ટક્કર મારી હતી. જેના કારણે આગળ જઈ રહેલા ટ્રેલરમાં ઘૂસી ગઈ હતી. આ ટક્કરના કારણે બોલેરો અને સ્વિફ્ટ ડિઝાયરમાં આગ લાગી હતી. બોલેરો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ. ડ્રમંડગંજ પોલીસ, જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) પવન કુમાર ગંગવાર અને એસપી અપર્ણા રજત કૌશિક તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા.
બોલેરોમાં સવાર તમામ લોકો મિર્ઝાપુર જિલ્લાના જિગ્ના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નરૈના ગામના રહેવાસી હતા. તેઓ મૈહરમાં મુંડન વિધિ કર્યા પછી તેમના પરિવાર સાથે ઘરે પરત ફરી રહ્યા હતા. કારમાં સવાર સોનભદ્રનો રહેવાસી હતો. ટ્રકના ક્લીનર અને ડ્રાઇવરની હજુ સુધી ઓળખ થઈ નથી.
અપર્ણા રજત કૌશિકે વધુમાં જણાવ્યું કે, અકસ્માતમાં ટ્રક ડ્રાઈવર અને ક્લીનરને પણ ગંભીર ઈજા થઈ છે. ક્લીનરને ટ્રકના કેબિનમાંથી ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યો હતો. ઘટના બાદ વારાણસી-રેવા (મધ્યપ્રદેશ) હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસ અને સ્થાનિક ગ્રામજનો ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે મોડી રાત સુધી રાહત-બચાવ કામગીરીમાં રોકાયેલા રહ્યા હતા.
તેમણે ઉમેર્યુ કે, એક ટ્રક પાછળથી એક કાર સાથે અથડાઈ હતી. ટક્કરના કારણે કારમાં આગ લાગી ગઈ હતી. જેના પરિણામે અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા. તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. ત્યારબાદ ટ્રાફિક વ્યવસ્થા પૂર્વવત કરવામાં આવી છે. હાલમાં પીડિતોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે અકસ્માત ટ્રકમાં બ્રેક ફેલ થવાને કારણે થયો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?