ગુજરાત સહિત 12 રાજ્યોમાં ECIએ SIR તારીખ લંબાવી
ચોકસાઈ માટે ECIનો પ્રયાસ: તમામ નાગરિકોને સુધારા માટે તક લેવા અપીલ..

ECIએ SIR તારીખ લંબાવી

ECIએ SIR તારીખ લંબાવી
ભારતીય ચૂંટણી પંચ (ECI)એ 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કાર્યક્રમની સમયરેખા એક સપ્તાહ માટે લંબાવવાની જાહેરાત કરી છે. આ નિર્ણયનો હેતુ મતદારોને આગામી ચૂંટણીઓ માટે મતદારયાદીમાં તેમના નામ યોગ્ય રીતે સૂચિબદ્ધ છે કે નહીં તેની ખાતરી કરવા માટે વધુ સમય આપવાનો છે.
આ લંબાવવામાં આવેલા કાર્યક્રમમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, કેરળ, ગોવા, તમિલનાડુ, છત્તીસગઢ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, લક્ષદ્વીપ અને પુડુચેરીનો સમાવેશ થાય છે.
સુધારેલી મુખ્ય તારીખો
ચૂંટણી પંચે SIR પ્રક્રિયાના કેટલાક મુખ્ય તબક્કાઓમાં ફેરફાર કર્યા છે
ગણતરી અવધિનું વિસ્તરણ કરી મતદારયાદીમાં નામ ઉમેરવાની અને સુધારા કરવાની તારીખ હવે 11 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવી છે. મતદાન મથકોનું તર્કસંગતકરણ અને પુનર્ગઠન પણ ૧૧ ડિસેમ્બર, ૨૦૨૫ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે અને કંટ્રોલ ટેબલ અપડેશન પછી અંતિમ ડ્રાફ્ટ મતદારયાદી 16 ડિસેમ્બર, 2025ના રોજ પ્રકાશિત કરવામાં આવશે.
ડ્રાફ્ટ મતદારયાદીના પ્રકાશન બાદ, દાવા અને વાંધા દાખલ કરવા માટેનો સમયગાળો 16 ડિસેમ્બર, 2025થી 15 જાન્યુઆરી, 2026 સુધીનો રહેશે.
આ દરમિયાન, ઇલેક્શન રિટર્નિંગ ઓફિસર્સ (EROs) ગણતરી ફોર્મ્સની સાથે તમામ દાવાઓ અને વાંધાઓનું નિરાકરણ કરશે. આ સમગ્ર ચકાસણી પ્રક્રિયા 7 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલુ રહેશે.
ECIનું આ પગલું આગામી નિર્ણાયક રાજ્ય ચૂંટણીઓ પહેલા મતદારયાદીને સચોટ અને સર્વસમાવેશક રાખવાના તેના પ્રયાસોનો એક ભાગ છે. ચૂંટણી પંચે તમામ મતદારોને આ લંબાયેલા સમયનો લાભ લેવા અને તેમની વિગતો ચકાસી લેવા અપીલ કરી છે, જેથી તેઓ ભવિષ્યની ચૂંટણીઓમાં મતદાન કરવાથી વંચિત ન રહે.
દેશમાં BLO સહાયકની આ કાર્ય દરમિયાન તબિયત લથડવાના અને મોતના સમાચારને ધ્યાન લઇ BLO તરીકે કાર્ય કરતા શિક્ષકો પર ઓછો બોજ પડે અને કાર્ય શાંતિથી અને કોઈ હેરાનગતિ વિના પતે તે માટે આ નિર્ણય અનુરૂપ જોવામાં આવી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ