પશ્ચિમ બંગાળમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા!!
સવારે 10.38 વાગ્યે ભૂકંપના આંચકાનું બાંગ્લાદેશ કેન્દ્ર હતું, ત્રિપુરા સુધી અસર નોંધાઈ

પશ્ચિમ બંગાળમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા

પશ્ચિમ બંગાળમાં 5.2ની તીવ્રતાના ભૂકંપના આંચકા
આજે શુક્રવારે વહેલી સવારે પાડોશી દેશોમાં ભૂકંપ આવ્યો હતો અને તેની સાથે સાથે ભારતીય ભૂમિ પણ ભૂકંપના આંચકાથી ધ્રુજી ઊઠી હતી. સવારે આશરે 10.38 વાગ્યે પશ્ચિમ બંગાળમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.
European-Mediterranean Seismological Centre (EMSC) અનુસાર, આ ભૂકંપનું કેન્દ્ર બાંગ્લાદેશના તુંગીથી આશરે 27 કિલોમીટર પૂર્વમાં હતું. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 5.2 નોંધાઈ હતી.
આ આંચકા માત્ર પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સુધી જ સીમિત નહીં, પરંતુ માલદા, નાદિયા, કૂચ બિહાર અને હુગલી સહિત અનેક જિલ્લાઓમાં પણ અનુભવાયા હતા. ઉત્તરપૂર્વમાં ત્રિપુરાના ઘણા ભાગોમાં પણ આંચકા અનુભવાતા લોકો ગભરાઈને ઘરની બહાર દોડી ગયા હતા.
પાકિસ્તાન-અફઘાનિસ્તાનમાં પણ ધ્રુજી ધરતી
ભારતમાં આંચકા આવ્યા તે પહેલાં વહેલી સવારે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS)ના અહેવાલ મુજબ, પાકિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા 5.2 હતી અને તે સપાટીથી 135 કિલોમીટર નીચે કેન્દ્રિત હતો.
અફઘાનિસ્તાનમાં પણ ભૂકંપના આંચકા નોંધાયા હતા. જોકે, રાહતની વાત એ છે કે અત્યાર સુધીમાં ક્યાંયથી પણ કોઈ જાનહાનિ કે મોટા નુકસાનના સમાચાર નથી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ