જયપુર-બીકાનેર હાઇવે પર શ્રદ્ધાળુઓની બસનો અકસ્માત
જયપુર-બીકાનેર હાઇવે પર ખાટુશ્યામ જતા ગુજરાતી યાત્રીઓ સાથે બસ-ટ્રકની ટક્કર થતા દુર્ઘટના..

જયપુર-બીકાનેર હાઇવે પર અકસ્માત

જયપુર-બીકાનેર હાઇવે પર અકસ્માત
રાજસ્થાનના સીકર જિલ્લામાં જયપુર-બીકાનેર નેશનલ હાઇવે પર મંગળવારે મોડી રાત્રે એક ગમખ્વાર માર્ગ અકસ્માત થયો હતો. કોટવાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ફતેહપુર નજીક નવા બનેલા બાયપાસ પર એક સ્લીપર બસ અને એક ટ્રક વચ્ચે સામ-સામે જોરદાર ટક્કર થતાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે 25થી વધુ શ્રદ્ધાળુઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
ફતેહપુર પોલીસ સ્ટેશનના અધિકારી મહેન્દ્ર કુમારે આ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે આ દુર્ઘટના રાત્રે લગભગ રાત્રે 11 વાગ્યે બની હતી. અકસ્માતમાં 28 લોકો ઘાયલ થયા છે, જેમાંથી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બસમાં લગભગ 50 જેટલા લોકો સવાર હતા,
પ્રાથમિક માહિતી મુજબ, મૃત્યુ પામેલા મોટાભાગના યાત્રીઓ ગુજરાતના રહેવાસી હતા. આ બસમાં સવાર તમામ મુસાફરો શ્રદ્ધાળુઓ હતા, જેઓ જમ્મુમાં વૈષ્ણો દેવીના દર્શન કરીને પરત ફર્યા હતા અને રાજસ્થાનના પ્રસિદ્ધ ખાટુ શ્યામજી મંદિર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન બીકાનેરથી જયપુર તરફ જતી બસ અને ઝુનઝુનૂ તરફથી આવતા ટ્રક વચ્ચે બાયપાસ પર જોરદાર ટક્કર થઈ હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે બસનો આગળનો ભાગ સંપૂર્ણપણે ચૂરચૂર થઈ ગયો હતો.
અકસ્માત બાદ ઘટનાસ્થળે ચીસો અને ભાગદોડ મચી ગઈ હતી. ત્યાંથી પસાર થતા લોકોએ તાત્કાલિક પોતાની ગાડીઓ રોકીને મદદ માટે દોડી ગયા હતા. પોલીસ અને એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. અકસ્માતની તીવ્રતાને કારણે બસના આગળના ભાગમાં ઘણા યાત્રીઓ સીટની અંદર ફસાયા હતા, જેના કારણે તેમને બહાર કાઢવામાં બચાવ ટીમને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘાયલોને તાત્કાલિક સીકર અને આસપાસની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ, કેટલાક ઘાયલોની હાલત હજી પણ નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની આશંકા છે. આ અકસ્માત અંગે કોટવાલી પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ