દિલ્હી પોલીસ એક્શન મોડમાં: 285 ગુનેગારોની અટકાયત
દિલ્હીમાં ગુનેગારોનો સફાયો: પિસ્તોલ, ડ્રગ્સ અને 12 હજાર દારૂના ક્વાર્ટર સાથે સેંકડો ઝડપાયા

દિલ્હીમાં 285 ગુનેગારોની અટકાયત

દિલ્હીમાં 285 ગુનેગારોની અટકાયત
2025ના વિદાય અને નવા વર્ષ 2026ના આગમનની ઉજવણી વચ્ચે દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે દિલ્હી પોલીસે શુક્રવારે રાત્રે 'ઓપરેશન આઘાત 3.0' હાથ ધર્યું હતું. આ મોટા પાયાના સર્ચ ઓપરેશનમાં પોલીસે 285 લોકોની ધરપકડ કરી છે, જ્યારે 1300થી વધુ શંકાસ્પદોની પૂછપરછ કરવામાં આવી છે. આ ઓપરેશનનો મુખ્ય હેતુ સંગઠિત ગુનાખોરી, નશાનો વેપાર અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસીને જાહેર જનતાની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે.
ભારે માત્રામાં હથિયારો અને નશીલા દ્રવ્યો જપ્ત દક્ષિણ-પૂર્વ દિલ્હીના ડીસીપી હેમંત તિવારીના જણાવ્યા મુજબ, આ કાર્યવાહીમાં 21 દેશી પિસ્તોલ, 20 જીવતા કારતૂસ અને 27 છરીઓ જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે 12,258 ક્વાર્ટર ગેરકાયદે દારૂ અને 6 કિલોથી વધુ ગાંજાનો જથ્થો પણ કબજે કર્યો છે. જુગાર રમતા તત્વો પાસેથી 2.30 લાખ રૂપિયાની રોકડ અને 310 મોબાઈલ ફોન પણ જપ્ત કરાયા છે. પોલીસે રિકવરીમાં 231 ટુ-વ્હીલર અને એક ફોર-વ્હીલરનો પણ સમાવેશ કર્યો છે.
ગંભીર ગુનેગારો અને 'બેડ કેરેક્ટર' પર પોલીસની નજર ઓપરેશન દરમિયાન 116 એવા લોકોની ધરપકડ કરવામાં આવી છે જેમનો રેકોર્ડ 'બેડ કેરેક્ટર' તરીકે નોંધાયેલો છે. આ ઉપરાંત 10 પ્રોપર્ટી ઓફન્ડર અને 5 ઓટો-લિફ્ટર (વાહન ચોર) પણ પોલીસના સકંજામાં આવ્યા છે.
નિવારક પગલાંના ભાગરૂપે 500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. પોલીસનું માનવું છે કે નવા વર્ષની પાર્ટીઓ દરમિયાન નશાનો કાળો કારોબાર અને અસમાજિક તત્વોની સક્રિયતા વધી જતી હોય છે, જેને ડામવા આ ઓપરેશન અત્યંત કારગત સાબિત થયું છે.
ત્રીજી વખત સફળ ઓપરેશન નોંધનીય છે કે આ અગાઉ સપ્ટેમ્બરમાં 'ઓપરેશન આઘાત' અને ઓક્ટોબરમાં '2.0' આવૃત્તિ હાથ ધરવામાં આવી હતી. દરેક વખતે દિલ્હી પોલીસે ગુનેગારોમાં ફફડાટ ફેલાવવામાં સફળતા મેળવી છે. પોલીસ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે નવા વર્ષની રાત્રે પણ સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ ચાલુ રહેશે જેથી નાગરિકો કોઈપણ ભય વગર ઉજવણી કરી શકે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ