દિલ્હી બ્લાસ્ટ: વિશ્વ નેતાઓએ કરી બ્લાસ્ટની નિંદા
ભયાનક આતંકી ઘટનાથી આઘાત, ચીન, અમેરિકા, રશિયા સહિત અનેક દેશોએ શોક વ્યક્ત કર્યો

દિલ્હી કાર બ્લાસ્ટની વિશ્વભરમાં નિંદા

દિલ્હી કાર બ્લાસ્ટની વિશ્વભરમાં નિંદા
દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશન-1 પાસે ગઈકાલે (10 નવેમ્બર) એક કારમાં થયેલા શક્તિશાળી વિસ્ફોટની ઘટનાએ વિશ્વભરમાં આઘાત ફેલાવ્યો છે. આ ભયાનક ઘટનાની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે અને પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. વિસ્ફોટના કારણે કારની આસપાસના અનેક વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. વિસ્ફોટ એટલો ભયાનક હતો કે આસપાસની ઇમારતો અને મંદિરોના કાચ પણ તૂટી ગયા હતા. આ ઉપરાંત, તપાસ એજન્સીઓને એક વ્યક્તિ મૃત હાલતમાં વૃક્ષ પર લટકેલો જોવા મળ્યો હતો, જે વિસ્ફોટની પ્રચંડતા દર્શાવે છે.
આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયા અને નિંદાચીન, રશિયા, અમેરિકા, શ્રીલંકા, માલદીવ અને સિંગાપોર સહિત અનેક દેશોએ આ ઘટનાની નિંદા કરી છે:
ચીન: ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ચીન આ ઘટનાથી સ્તબ્ધ છે અને પીડિતો, તેમના પરિવારો તથા ઘાયલો પ્રત્યે સંવેદના પાઠવે છે. તેમણે ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની કામના કરી હતી.
Shocked by the explosion at the #RedFort. Confident that the ongoing thorough investigation will determine the cause of the incident. We express condolences to the families of the victims and wish a speedy recovery to the injured.
— Denis Alipov 🇷🇺 (@AmbRus_India) November 11, 2025
રશિયા: ભારતમાં રશિયાના રાજદૂત ડેનિસ અલીપોવે આ વિસ્ફોટથી સ્તબ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે ચાલી રહેલી સઘન તપાસથી ઘટનાના કારણો જાણી શકાશે. તેમણે પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના પાઠવી હતી.
Our hearts are with those affected by the terrible explosion in New Delhi. We continue to closely monitor the situation. Our sincere condolences to the families who lost their loved ones. Praying for the speedy recovery of those injured.
— State_SCA (@State_SCA) November 10, 2025
અમેરિકા: અમેરિકાના વિદેશ વિભાગે આ ઘટનાને દુઃખદ ગણાવી હતી અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. તેમણે ઘાયલોના ઝડપી સાજા થવાની પ્રાર્થના કરી હતી અને જરૂર પડ્યે ભારતને મદદ કરવા માટે તૈયારી દર્શાવી હતી.
Saddened by news of the explosion in Delhi last evening. Sri Lanka stands in solidarity with the people of India. Our thoughts are with all those affected.@narendramodi @AmitShah
— Anura Kumara Dissanayake (@anuradisanayake) November 11, 2025
શ્રીલંકા: શ્રીલંકાના રાષ્ટ્રપતિ અનુરા કુમાર દિસાનાયકે દુઃખ વ્યક્ત કરતાં કહ્યું કે, શ્રીલંકા આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો સાથે એકતાથી ઊભું છે.
Deeply saddened by the tragic loss of lives in the blast near Red Fort, Delhi this evening. Our heartfelt condolences to the bereaved families and good wishes for swift recovery of the injured. The Maldives stands in solidarity with the people and Government of India in this…
— Dr Mohamed Muizzu (@MMuizzu) November 10, 2025
માલદીવ: માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ શોક વ્યક્ત કરી કહ્યું કે, માલદીવ આ મુશ્કેલ સમયમાં ભારતના લોકો અને સરકારની સાથે ઊભું છે.
Offering my prayers to the victims and families of the car blast near Red Fort.
— Singapore in India (@SGinIndia) November 11, 2025
Singapore strongly condemns this act of terror.
SG 🇸🇬 stands with India 🇮🇳. HC Wong@ANI @TOIIndiaNews @htTweets @WIONews @IndianExpress @the_hindu #Delhiblasts #redfortblast pic.twitter.com/kcui7MdHrN
સિંગાપોર: ભારતમાં સિંગાપોરના ઉચ્ચાયુક્ત સાઈમન વોન્ગે તો લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટને સીધો આતંકવાદી હુમલો ગણાવ્યો હતો અને આ ઘટનાની સખત નિંદા કરી હતી.
આંતરરાષ્ટ્રીય સમુદાય તરફથી મળેલા આ સમર્થન અને સંવેદના વચ્ચે, ભારતીય તપાસ એજન્સીઓ આ આતંકી કૃત્ય પાછળના કાવતરાના મૂળ સુધી પહોંચવા માટે સઘન કાર્યવાહી કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ