ચક્રવાત ‘સેન્યાર’ની મોટી અસર
તમિલનાડુ-આંધ્રમાં 1 ડિસેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ

ચક્રવાત સેન્યારનો કહેર

ચક્રવાત સેન્યારનો કહેર
બંગાળની ખાડીમાં રચાયેલું ચક્રવાત ‘સેન્યાર’ (Cyclone Senyar) હવે ઝડપભેર ગતિ પકડી રહ્યું છે. હવામાન વિભાગ (IMD)ના તાજા અપડેટ મુજબ, આ સિસ્ટમ હાલ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં ઊંડા ચક્રવાતી પરિભ્રમણ તરીકે સક્રિય છે અને ધીમે-ધીમે ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. હાલ તેની તીવ્રતા વધવાની સંભાવના છે, પરંતુ લેન્ડફોલની શક્યતા ઓછી છે. તેની મુખ્ય અસર દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે.
મુખ્ય આગાહીIMDનું સ્પષ્ટ નિવેદન: “હાલ સુધીના મોડેલ્સ મુજબ, આ ચક્રવાત ભારતીય દરિયાકાંઠે ટકરાશે નહીં. તે વિષુવવૃત્તની નજીક રહીને શ્રીલંકા-ઇન્ડોનેશિયા તરફ વળીને નબળું પડી જશે, પરંતુ તેની પરોક્ષ અસરથી દક્ષિણ ભારતમાં લાંબો વરસાદી સિસ્ટમ સક્રિય રહેશે.”
હાલની સ્થિતિઆજે સવારથી જ તમિલનાડુના દક્ષિણ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. તિરુનેલવેલી, તૂત્તુકુડી, કન્યાકુમારીમાં રસ્તાઓ પર પાણી ભરાયા, ઘરોમાં પાણી ઘૂસ્યા. ઘણી શાળાઓ-કોલેજો બંધ કરવામાં આવી છે.
ઉત્તર ભારતમાં ઠંડીનો કહેરદક્ષિણમાં વરસાદ તો ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધ્યો છે:
27 નવેમ્બર આંદામાન-નિકોબારમાં ભારે વરસાદ ઠંડી વધશે, ધુમ્મસ 28-29 નવેમ્બર તમિલનાડુ-કેરળમાં ભારે વરસાદ તાપમાન 6-9°C સુધી નીચે 30 નવેમ્બર આંધ્ર-તમિલનાડુમાં અતિભારે વરસાદ ઘઉંમસ, ઠંડા પવન 1 ડિસેમ્બર વરસાદ ઘટશે, પરંતુ ચાલુ રહેશે ઠંડીનો પ્રકોપ સતત
હવામાન વિભાગે માછીમારોને 27 નવેમ્બરથી 1 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સલાહ આપી છે. તમિલનાડુ, આંધ્ર અને કેરળના દરિયાકાંઠાના લોકોને સતર્ક રહેવા જણાવાયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ