મોન્થા વાવાઝોડું: આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાશે
મોન્થા વાવાઝોડાના લીધે આંધ્રપ્રદેશ સહિત 7 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર

મોન્થા વાવાઝોડું

મોન્થા વાવાઝોડું
ડિપ્રેશનમાંથી વાવાઝોડામાં પરિવર્તિત થયેલું મોન્થા વાવાઝોડું આજે આંધ્રપ્રદેશના કાંઠે ટકરાય તેવી પ્રબળ શક્યતા છે. આ ખતરનાક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ અને ઓડિશામાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કાંઠા વિસ્તારના તમામ રહેવાસીઓને સલામત સ્થળોએ ખસી જવાની તાકીદ કરવામાં આવી છે. આ વાવાઝોડાની રેન્જમાં કુલ 7 રાજ્યોનો સમાવેશ થાય છે. આંધ્રપ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, તેલંગણા અને ઝારખંડ. આ તમામ સંભવિત પ્રભાવિત વિસ્તારોમાં સત્તાવાર ચેતવણીઓ જારી કરવામાં આવી છે.
28 અને 29 ઓક્ટોબરે અતિ ભારે વરસાદની સંભાવના
ભારતીય હવામાન વિભાગ અનુસાર, મોન્થા વાવાઝોડું સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને ઓડિશામાં કરશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 28 અને 29 ઓક્ટોબરના રોજ આ રાજ્યોમાં ખૂબ ભારે વરસાદની સંભાવના છે. વધુમાં, કાંઠાના વિસ્તારોમાં 110થી 140 કિલોમીટર પ્રતિ કલાકની અત્યંત ઝડપી પવન ફૂંકાઈ શકે છે, જે મોટો ખતરો ઊભો કરી શકે છે.
આ પણ વાંચો: સાયક્લોન મોન્થાસક્રિય:બંગાળની ખાડીમાં વાવાઝોડું
સાતેય રાજ્યોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો
મોન્થા વાવાઝોડાની અસરને કારણે આ સાતેય રાજ્યોમાં હળવાથી લઈને ભારે વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયાની ઘટનાઓ પણ બની છે. દરિયામાં સર્જાયેલી અશાંતિને લીધે અત્યારસુધી 2 માછીમારોના મોતના સમાચાર સામે આવ્યા છે. જેમાં કેરળના દરિયાકાંઠે 1 માછીમારનું અને પશ્ચિમ બંગાળમાં 1 માછીમારનું મધદરિયે મોત થયું છે. તંત્ર દ્વારા માછીમારોને સ્પષ્ટપણે દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે અને કાંઠા વિસ્તારના ગામડાઓમાં વસતા લોકોને સલામત આશ્રયસ્થાનોમાં ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
આંધ્રપ્રદેશ સરકારે 75 જેટલા ડ્રોન તૈનાત કર્યા
વાવાઝોડાની ગતિવિધિ પર સતત નજર રાખવા માટે આંધ્રપ્રદેશ સરકારે 75 જેટલા ડ્રોન તૈનાત કર્યા છે, જ્યારે બચાવ ટૂકડીઓને પણ સતત તત્પર રાખવામાં આવી છે. જો મોન્થા વાવાઝોડું તમિલનાડુ અને કેરળ તરફ ફંટાય તેવી સ્થિતિ ઊભી થાય તો તેના માટે પણ પૂર્વતૈયારીના ભાગરૂપે આ રાજ્યોમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની ટીમો તૈનાત કરવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીનો સામનો અસરકારક રીતે કરી શકાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...