છત્તીસગઢ: IED બ્લાસ્ટ કેસમાં NIAના 12 સ્થળે દરોડા
10 પોલીસકર્મી અને ડ્રાઇવરના મોત મામલે શંકાસ્પદોના ઠેકાણાઓ પર તપાસ, 27ની ધરપકડ કરાઈ

IED બ્લાસ્ટ કેસમાં NIAના 12 સ્થળે દરોડા

IED બ્લાસ્ટ કેસમાં NIAના 12 સ્થળે દરોડા
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા શુક્રવારે છત્તીસગઢના બસ્તર વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા. દંતેવાડા અને સુકમા જિલ્લામાં કુલ 12 સ્થળો પર એકસાથે દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી એપ્રિલ 2023માં દંતેવાડાના અરનપુર નજીક થયેલા IED બ્લાસ્ટ અને ઘાત લગાવીને કરાયેલા હુમલાના સંબંધમાં કરવામાં આવી હતી, જેમાં 10 પોલીસકર્મી અને તેમના વાહનના ડ્રાઇવરનું મોત થયા હતા.
માઓવાદીઓના દસ્તાવેજો જપ્ત
આ જીવલેણ હુમલો પ્રતિબંધિત CPI (માઓવાદી)ની દરભા ડિવિઝન કમિટી દ્વારા અરનપુર પોલીસ સ્ટેશનની હદમાં કરવામાં આવ્યો હતો. NIA દ્વારા દરોડા દરમિયાન આ હુમલા સાથે જોડાયેલા શંકાસ્પદ વ્યક્તિઓના વસવાટમાંથી અનેક વાંધાજનક સામગ્રી મળી આવી છે.
એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું કે, સર્ચ ઓપરેશન દરમિયાન રોકડ રકમ, હસ્તલિખિત પત્રો માઓવાદીઓ દ્વારા લેવામાં આવતા લેવી (ખંડણી) સંબંધિત પ્રિન્ટેડ રસીદ બુક્સ અને ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે. NIAના મતે, આ સામગ્રી CPI (માઓવાદી) સંગઠનના ફંડિંગ અને ગતિવિધિઓ સાથે જોડાયેલી છે.
સુરક્ષામાં ચૂકના સવાલો વચ્ચે કાર્યવાહી
આ હુમલામાં જે જવાનો શહીદ થયા હતા, તેઓ નક્સલ વિરોધી ઓપરેશનમાંથી પરત ફરી રહ્યા હતા. તેમની સુરક્ષામાં થયેલી સંભવિત ચૂક અંગે પણ સવાલો ઉઠ્યા હતા, કારણ કે તેઓ અરનપુર પોલીસ સ્ટેશનથી માત્ર 700 મીટર દૂર એક અસુરક્ષિત અને ભાડાની વાનમાં મુસાફરી કરી રહ્યા હતા.
NIA દ્વારા આ કેસમાં તપાસ ચાલુ છે. એજન્સીએ અત્યાર સુધીમાં 27 આરોપીઓની ધરપકડ કરી છે અને બે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. NIA મુજબ તાજેતરના દરોડામાં જપ્ત કરાયેલા દસ્તાવેજો અને ડિજિટલ પુરાવાઓથી નક્સલીઓના આંતરિક નેટવર્કનો વધુ ખુલાસો થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ