વસ્તી ગણતરી 2027: લિવ-ઇન કપલ ગણાશે પરિણીત
દેશમાં નવી વસ્તી ગણતરીનો રોડમેપ જાહેર,દસ્તાવેજો વગર સેલ્ફ વેરિફિકેશન અને ડેટા પર ભાર

ભારત વસ્તી ગણતરી 2027 નિયમો

ભારત વસ્તી ગણતરી 2027 નિયમો
ભારત સરકાર ટૂંક સમયમાં દેશની આગામી વસ્તી ગણતરીની પ્રક્રિયા શરૂ કરવા જઈ રહી છે. આ વખતે વસ્તી ગણતરી માત્ર આંકડાકીય માહિતી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ તેમાં સામાજિક બદલાવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. સરકારે જાહેર કરેલી નવી માર્ગદર્શિકા મુજબ, આ પ્રક્રિયાને વધુ આધુનિક, પારદર્શક અને સરળ બનાવવામાં આવી છે. ખાસ કરીને લિવ-ઇન સંબંધો અને ઓનલાઇન ડેટા એન્ટ્રીને લઈને લેવાયેલા નિર્ણયો ચર્ચાના કેન્દ્રમાં છે.
લિવ-ઇન યુગલો માટે મહત્વનો નિર્ણય :
આગામી 2027ની વસ્તી ગણતરીમાં સૌથી મોટો સામાજિક ફેરફાર લિવ-ઇન કપલ્સને લઈને કરવામાં આવ્યો છે. જો કોઈ યુગલ લાંબા સમયથી લિવ-ઇન સંબંધમાં રહેતું હોય અને પોતાને સ્થાયી જોડાણ (Stable Union) તરીકે ઓળખાવે, તો વસ્તી ગણતરીમાં તેમને પરિણીત યુગલ તરીકે જ નોંધવામાં આવશે. વસ્તી ગણતરીના સત્તાવાર પોર્ટલ પર આ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. આ નિર્ણય બદલાતા સામાજિક માળખાને સ્વીકારવાની દિશામાં એક મોટું ડગલું માનવામાં આવે છે.
દસ્તાવેજ વગરની પ્રક્રિયા અને ડેટાની ગુપ્તતા :
વસ્તી ગણતરી દરમિયાન સામાન્ય નાગરિકોને કોઈ પણ પ્રકારના દસ્તાવેજી પુરાવા આપવાની જરૂર રહેશે નહીં. લોકોએ માત્ર પોતાની જાણકારી અને માન્યતા મુજબ સચોટ માહિતી આપવાની રહેશે. ગણતરી માટે આવતા અધિકારીઓ ઘરના સભ્યો દ્વારા આપવામાં આવેલી મૌખિક વિગતોને જ આખરી ગણશે.
વ્યક્તિગત માહિતીની સુરક્ષા માટે સરકાર કટિબદ્ધ છે. વસ્તી ગણતરી અધિનિયમ 1948 ની કલમ 15 મુજબ, એકત્રિત કરવામાં આવેલો તમામ ડેટા સંપૂર્ણપણે ગુપ્ત રાખવામાં આવશે. આ ડેટા કોઈ પણ ખાનગી સંસ્થા કે અન્ય વ્યક્તિ સાથે શેર કરવામાં આવશે નહીં, જેથી લોકો નિઃસંકોચ પોતાની સાચી વિગતો નોંધાવી શકે.
સેલ્ફ-ઇન્યુમરેશન (સ્વ-ગણતરી) પોર્ટલ :
ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે 'સ્વ-ગણતરી' પોર્ટલ લોન્ચ કરવામાં આવશે. વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર દરમિયાન ચાલશે.
પ્રથમ 15 દિવસ: નાગરિકો પોતે ઓનલાઇન પોર્ટલ પર જઈને પોતાની વિગતો ભરી શકશે.
ત્યારબાદના 30 દિવસ: સરકારી અધિકારીઓ ઘરે-ઘરે જઈને આ માહિતીની ચકાસણી કરશે.
આ પોર્ટલ અંગ્રેજી સહિત 15 ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હશે. ઘરના વડા અથવા જવાબદાર પુખ્ત સભ્ય મોબાઈલ OTP દ્વારા લોગિન કરીને માત્ર 15-20 મિનિટમાં આ ફોર્મ ભરી શકશે. આ ડેટા અત્યંત સુરક્ષિત અને એન્ક્રિપ્ટેડ સર્વર પર સંગ્રહિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?