CBIનું ઓપરેશન ચક્ર-V: સાયબર ક્રાઇમનો પર્દાફાશ
21,000 નકલી સિમ કાર્ડ દ્વારા ફિશિંગ કૌભાંડ આચરનાર સેલ્સ મેનેજરની CBIએ કરી ધરપકડ

CBI

CBI
ભારતમાં વધી રહેલા સાયબર ગુનાઓ ડામવા માટે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ 'ઓપરેશન ચક્ર-V' અંતર્ગત એક મહત્વની સફળતા મેળવી છે. તપાસ એજન્સીએ એક જાણીતી ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર કંપનીના એરિયા સેલ્સ મેનેજરની ધરપકડ કરી છે, જે સાયબર ઠગાઈ માટે ટેકનિકલ મદદ પૂરી પાડતો હતો.
સંગઠિત ફિશિંગ નેટવર્કનો ખુલાસો :
ગયા વર્ષે ડિસેમ્બરમાં NCR અને ચંડીગઢ વિસ્તારમાં સક્રિય એક ફિશિંગ નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ ટોળકી ભારતીય નાગરિકોને નિશાન બનાવી વિદેશી ગુનેગારોને બલ્ક SMS મોકલવાની સુવિધા આપતી હતી. તપાસમાં સામે આવ્યું કે ટેલિકોમ વિભાગના નિયમોને નેવે મૂકીને અંદાજે 21,000 જેટલા સિમ કાર્ડ ગેરકાયદેસર રીતે મેળવવામાં આવ્યા હતા. આ સિમ કાર્ડનો ઉપયોગ લોકોને છેતરામણા સંદેશા મોકલવા માટે કરવામાં આવતો હતો.
અધિકારીની શંકાસ્પદ ભૂમિકા :
ધરપકડ કરાયેલા એરિયા સેલ્સ મેનેજર પર આરોપ છે કે તેણે નકલી કર્મચારીઓ બતાવીને અને દસ્તાવેજોમાં હેરાફેરી કરીને બલ્ક સિમ કાર્ડ જારી કરાવ્યા હતા. આ અધિકારીએ બેંગલુરુના એક પરિવારના અંગત દસ્તાવેજોનો દુરુપયોગ કરી તેમને કંપનીના કર્મચારીઓ તરીકે દર્શાવ્યા હતા અને KYC પ્રક્રિયા પૂર્ણ કરી હતી. આ રીતે મેળવેલા સિમ કાર્ડ સાયબર માફિયાઓને સોંપવામાં આવ્યા હતા.
ફિશિંગ દ્વારા છેતરપિંડીની જાળ :
સાયબર ગુનેગારો આ સિમ કાર્ડનો ઉપયોગ કરીને લોકોને લોન, આકર્ષક રોકાણ અથવા ધમકીભર્યા મેસેજ મોકલતા હતા. એકવાર નિર્દોષ લોકો આ લિંક્સ પર ક્લિક કરે અથવા માહિતી શેર કરે, ત્યારે તેમની સાથે મોટી નાણાકીય છેતરપિંડી કરવામાં આવતી હતી. CBIએ આ મામલે તપાસ તેજ કરી છે અને આ કૌભાંડમાં અન્ય મોટા માથાઓની સંડોવણી હોવાની પણ શક્યતા છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.