દિલ્હી હાઇકોર્ટના જજના બંગલામાં લાગેલી આગે કેશનું રહસ્ય ખોલ્યું
દિલ્હી હાઇકોર્ટના એક જજના ઘરમાં લાગેલી આગ બાદ કેશનું રહસ્ય ખુલ્યું છે. આગ લાગ્યા બાદ હોલવવા જતાં રોકડ રકમનો ઢગલો મળી આવ્યો છે.

દિલ્હી હાઇકોર્ટના જજના બંગ્લામાંથી મળી રોકડ

દિલ્હી હાઇકોર્ટના જજના બંગ્લામાંથી મળી રોકડ
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ યશવંત વર્માના ટ્રાન્સફરની ભલામણ કરી છે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના ત્રણ સૌથી વરિષ્ઠ ન્યાયાધીશોના કોલેજિયમે જસ્ટિસ વર્માને તેમના મૂળ હાઇકોર્ટ એટલે કે અલ્હાબાદ હાઇકોર્ટમાં પાછા મોકલવાની ભલામણ કરી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, જસ્ટિસ યશવંત વર્માના સરકારી બંગલામાં આગ લાગી હતી. આગ ઓલવવા ગયેલી ટીમને ત્યાં મોટી માત્રામાં રોકડ મળી આવી હતી. મોટી રકમ મળી આવતાં હોબાળો મચી ગયો હતો. કેસની માહિતી મળ્યા બાદ, CJI સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળના સુપ્રીમ કોર્ટ કોલેજિયમે તેમને પાછા અલ્હાબાદ હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આગ લાગી ત્યારે જસ્ટિસ વર્મા શહેરમાં નહોતા. તેમના પરિવારના સભ્યોએ ફાયર બ્રિગેડ અને પોલીસને ફોન કર્યો. આગ ઓલવ્યા પછી, ફાયર ફાઇટર્સને બંગલાના રૂમમાંથી મોટી માત્રામાં રોકડ રકમ મળી આવી. આ પછી, રેકોર્ડ બુકમાં બિનહિસાબી રોકડની રિકવરીનો સત્તાવાર રેકોર્ડ નોંધવામાં આવ્યો. CJI ને ઘટના વિશે જાણ કરવામાં આવી, ત્યારબાદ કોલેજિયમની બેઠકમાં સૌપ્રથમ તેમને અલ્હાબાદ મોકલવાની ભલામણ કરવામાં આવી.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે હાઇકોર્ટના ન્યાયાધીશના ટ્રાન્સફરની ભલામણ કરવા માટે એક કટોકટી બેઠક યોજી હતી અને તેમાં ટ્રાન્સફરની ભલામણ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ન્યાયાધીશ વિરુદ્ધ રિપોર્ટ આવ્યા બાદ ગુરુવારે કોલેજિયમની ઇમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી. આંતરિક તપાસનો પણ વિચાર કરવામાં આવી રહ્યો છે. હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટ્રાન્સફર સંબંધિત દરખાસ્ત જાણી જોઈને અપલોડ કરવામાં આવી નથી.
ટ્રાન્સફર ઉપરાંત, તપાસ પણ કરવામાં આવશે
જસ્ટિસ યશવંત વર્માને ઓક્ટોબર 2021માં અલ્હાબાદથી દિલ્હી હાઈકોર્ટમાં મોકલવામાં આવ્યા હતા. હવે તેમને પાછા મોકલવા અને તેમની સામે તપાસ અને મહાભિયોગની પ્રક્રિયા શરૂ કરવા અંગે ચર્ચા ચાલી રહી છે. સુપ્રીમ કોર્ટ કોલેજિયમના કેટલાક સભ્યોએ સમગ્ર ઘટનાક્રમ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું કે જો જસ્ટિસ વર્માની ફક્ત બદલી કરવામાં આવે તો તે ન્યાયતંત્રની છબીને કલંકિત કરશે.
બંધારણ મુજબ, સુપ્રીમ કોર્ટે 1999 માં કોઈપણ હાઈકોર્ટ અથવા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સામે ભ્રષ્ટાચાર, અનિયમિતતા અથવા ગેરવર્તણૂકના આરોપોની તપાસ કરવા માટે એક આંતરિક પ્રક્રિયા બનાવી હતી. આ પ્રક્રિયા હેઠળ, CJI પહેલા સંબંધિત ન્યાયાધીશ પાસેથી સ્પષ્ટતા માંગે છે. જો જવાબ સંતોષકારક ન હોય અથવા આ મામલામાં ઊંડાણપૂર્વક તપાસની જરૂર હોય, તો CJI સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ અને હાઈકોર્ટના બે મુખ્ય ન્યાયાધીશોની બનેલી ઇન-હાઉસ સમિતિ બનાવે છે. પછી તપાસના પરિણામના આધારે, તેઓ કાં તો રાજીનામું આપી શકે છે અથવા મહાભિયોગનો સામનો કરી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ