હાડ થીજવતી ઠંડીનું મોજું, કોલ્ડવેવની આગાહી
વહેલી સવારે ધુમ્મસની ચાદર અને કાતિલ પવનો; આગામી દિવસોમાં હજુ ઠંડી વધવાની આગાહી.

રાજ્યમાં કોલ્ડવેવની આગાહી

રાજ્યમાં કોલ્ડવેવની આગાહી
ઉત્તર ભારતમાં થઈ રહેલી ભારે હિમવર્ષાને પગલે ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પહાડી વિસ્તારોમાંથી ફૂંકાતા ઠંડા પવનોને કારણે રાજ્યના મોટાભાગના શહેરોના તાપમાનમાં 4થી 5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. અમદાવાદ - ગાંધીનગર જેવા શહેરોમાં વહેલી સવારથી સૂસવાટા મારતા પવનોનો અનુભવ થઇ રહ્યો છે.
કચ્છનું નલિયા અને સૌરાષ્ટ્રનું રાજકોટ હાલ રાજ્યના સૌથી ઠંડા શહેરો બન્યા છે, જ્યાં પારો સિંગલ ડિજિટમાં પહોંચતા લોકો ધ્રૂજી ઉઠ્યા છે.
રાજ્યમાં રેકોર્ડબ્રેક ઠંડી:
કચ્છના 'કોલ્ડ સિટી' ગણાતા નલિયામાં ઠંડીનો પારો ગગડીને 8 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જ્યારે રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભુજમાં 11 ડિગ્રી અને અમદાવાદમાં 14 ડિગ્રી તાપમાન સાથે લઘુત્તમ પારો નીચો જતા લોકોએ વહેલી સવારે અને મોડી રાત્રે તાપણાં તેમજ ગરમ કપડાંનો સહારો લેવો પડ્યો છે. કાતિલ ઠંડીની સીધી અસર લોકોના જનજીવન અને વહેલી સવારના વોકિંગ રૂટ પર પણ જોવા મળી રહી છે.
મહીસાગર અને સાપુતારાની સ્થિતિ:
ઠંડીની સાથે મહીસાગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સંતરામપુર અને લુણાવાડા સહિતના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસને કારણે વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. બીજી તરફ, રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પારો 10 ડિગ્રીથી નીચે ઉતર્યો છે. પ્રવાસીઓ માટે સર્પગંગા તળાવ પર છવાયેલું ધુમ્મસ આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, પરંતુ હાડ થીજવતી ઠંડીએ સ્થાનિકોને ઘરની અંદર રહેવા મજબૂર કર્યા છે.
હવામાન વિભાગની આગાહી:
રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ આગામી 2થી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. હિમવર્ષાની અસરને કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના તાપમાનમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા છે. ખાસ કરીને વહેલી સવારે ગાઢ ધુમ્મસ અને કાતિલ શીત લહેરને કારણે નાના બાળકો અને વૃદ્ધોને સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ