જયપુરમાં CJPના સંસ્થાપક અભિજીત દીપકે પર હુમલો
પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા યુવકોએ થપ્પડ મારી, પોલીસે યુવકોની કરી ધરપકડ કરી

CJP ના સંસ્થાપક અભિજીત દીપકેને જયપુરમાં એક યુવકે થપ્પડ મારી ત્યારની તસવીર

CJP ના સંસ્થાપક અભિજીત દીપકેને જયપુરમાં એક યુવકે થપ્પડ મારી ત્યારની તસવીર
રાજસ્થાનના જયપુરમાં કૉકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેને થપ્પડ મારી દેવામાં આવી છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા યુવકે અભિજીત દીપકે પર હુમલો કર્યો હતો. આ સમગ્ર એપિસોડ પછી અભિજીતે તેના કાર્યકરોને શાંતિ જાળવવા કહ્યું હતું.
રાજસ્થાનના જયપુરમાં કૉકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકેને થપ્પડ મારવામાં આવી. પ્રદર્શન દરમિયાન એક અજાણ્યા યુવકે અભિજીત પર હુમલો કર્યો હતો. યુવકે અભિજીતને થપ્પડ મારી હતી. યુવકે એક પછી એક અનેક વાર થપ્પડ મારી. આ પછી, અભિજીતના સમર્થકોએ યુવકને પકડી લીધો અને તેને ખૂબ માર માર્યો. આ પછી હોબાળો થયો હતો.
સોમવારે જયપુરમાં શહીદ સ્મારક પર કૉકરોચ જનતા પાર્ટીના કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા. તે દરમિયાન પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે સભા સ્થળે પહોંચ્યા હતા. સભા સ્થળે પ્રવેશતા જ ઘણા યુવકોએ તેમના પર હુમલો કર્યો. યુવકે અભિજીતને એક પછી એક થપ્પડ મારી. આ પછી તેઓ ત્યાંથી ભાગી ગયા હતા. આ દરમિયાન CJP કાર્યકર્તાઓએ યુવકને પકડીને ખૂબ માર માર્યો હતો.
જો કે સ્થળ પર હાજર ભારે પોલીસ ફોર્સે આરોપીને પકડી લીધો હતો. હાલ પોલીસે 3 થી 4 યુવકોની અટકાયત કરી છે. પોલીસે હજુ સુધી આરોપીની ઓળખ જાહેર કરી નથી. આ ઘટના બાદ કાર્યકરોમાં રોષ જોવા મળ્યો હતો. આ સમગ્ર એપિસોડ પછી અભિજીતે તેના કાર્યકરોને શાંતિ જાળવવા કહ્યું.
કોકરોચ પાર્ટીનું દેશભરમાં વિરોધ પ્રદર્શન
જયપુર પહેલા અભિજીતે દિલ્હી, લખનૌ સહિત ઘણી જગ્યાએ પોતાની પાર્ટીના પ્રદર્શનમાં ભાગ લીધો હતો. દેશભરના અલગ-અલગ શહેરોમાં કોકરોચ જનતા પાર્ટીનું પ્રદર્શન ચાલી રહ્યું છે. પ્રદર્શન દ્વારા સરકારની કાર્યશૈલી પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. કોકરોચ પાર્ટી દેશની શિક્ષણ વ્યવસ્થા, NEET પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર સતત સરકાર પર નિશાન સાધી રહી છે.
કોકરોચ જનતા પાર્ટીની રચના કેવી રીતે થઈ?
કોકરોચ જનતા પાર્ટી (CJP) એ વાસ્તવિક રાજકીય પક્ષ નથી. પરંતુ દેશમાં વધતી બેરોજગારી અને પેપર લીક જેવી સમસ્યાઓ સામે યુવાનો દ્વારા શરૂ કરાયેલ એક વ્યંગાત્મક સોશિયલ મીડિયા ચળવળ છે. તે મે 2026 માં શરૂ થયું છે. તેના સ્થાપક અભિજીત દીપકે છે.
કોણ છે અભિજીત દીપકે?
મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરનો વતની 30 વર્ષીય અભિજીત દીપકે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત અને પોલિટિકલ કોમ્યુનિકેશનનો બહોળો અનુભવ ધરાવે છે. તેણે મહારાષ્ટ્રના પુણેથી પત્રકારત્વ વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગયો હતો, જ્યાં તેણે યુએસની પ્રતિષ્ઠિત બોસ્ટન યુનિવર્સિટીમાંથી પબ્લિક રિલેશન્સ વિષયમાં માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી મેળવી.
અભિજીત દીપકે વર્ષ 2020 થી 2022 દરમિયાન આમ આદમી પાર્ટીની કેન્દ્રીય સોશિયલ મીડિયા ટીમમાં સક્રિય રીતે કાર્યરત હતો. વર્ષ 2020 ની દિલ્હી વિધાનસભા ચૂંટણી દરમિયાન આપ (AAP) ની તરફેણમાં સોશિયલ મીડિયા પર જે મીમ્સ અને ડિજિટલ પ્રચારનું પૂર આવ્યું હતું. તેની વ્યૂહરચના પાછળ અભિજીતનું યોગદાન માનવામાં આવે છે. ઉચ્ચ અભ્યાસ અર્થે વિદેશ જતા પહેલા તેણે દિલ્હી સરકારના શિક્ષણ વિભાગમાં પણ મીડિયા અને કમ્યુનિકેશન કન્સલ્ટન્ટ તરીકે સેવાઓ આપી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?