ઇથોપિયાનો જ્વાળામુખી ફાટતાં રાખના ધુમાડા ભારતમાં
જ્વાળામુખીની રાખ સૌપ્રથમ ગુજરાતમાં આવ્યા બાદ દિલ્હીમાં- ફ્લાઇટ ઓપરેશન્સ પણ ખોરવાયા

ઇથોપિયાનો જ્વાળામુખી ફાટતાં રાખ ભારતમાં પ્રવેશી

ઇથોપિયાનો જ્વાળામુખી ફાટતાં રાખ ભારતમાં પ્રવેશી
ઇથોપિયાના ઉત્તરીય વિસ્તાર અફાર ક્ષેત્રમાં સ્થિત હાયલી ગુબ્બી જ્વાળામુખી રવિવારે પ્રથમ વખત ફાટ્યો હતો. આ ઘટના 12,000 વર્ષમાં પ્રથમ વખત જ બની છે. આ વિસ્ફોટ એટલો ભયાનક હતો કે ધુમાડાના ગાઢ ગોટેગોટા 14 કિલોમીટર દૂર અને હજારો ફૂટ ઉંચે આકાશે ચડ્યા હતા. 100-120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવનોને કારણે જ્વાળામુખીની રાખના આ વાદળો ભારત સહિત અનેક દેશોના હવાઈ ક્ષેત્રમાં પહોંચી ગયા છે.
ભારતના આકાશમાં રાખના વાદળો
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, ઇથોપિયામાંથી નીકળેલી આ રાખ અરબી સમુદ્ર પરથી પસાર થઈને સૌપ્રથમ ગુજરાતમાં પ્રવેશી હતી અને ત્યારબાદ રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને દિલ્હી તરફ આગળ વધી હતી.
રાજધાની દિલ્હીમાં પહલેથી જ ઝેરી હવા અને પ્રદુષણની સમસ્યાઓ છે જેમાં રાખના વાદળો દિલ્હીમાં પ્રવેશ્યા છે. જોકે, હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે રાખમાં મુખ્યત્વે સલ્ફર ડાયોક્સાઇડ (SO2)ની માત્ર ઓછીથી માધ્યમ છે, જે AQI (એર ક્વોલિટી ઇન્ડેક્સ)ના સ્તરને સીધી અસર નહીં કરે. પરંતુ નેપાળ, હિમાલય અને ઉત્તર પ્રદેશના તરાઈ વિસ્તારોમાં SO2ના સ્તરમાં વધારો થઈ શકે છે.
હાયલી ગુબ્બી જ્વાળામુખી એ રિફ્ટ વેલીમાં આવેલો છે, જે એક એવો ઝોન છે જ્યાં બે ટેક્ટોનિક પ્લેટ્સ મળે છે અને ભૂસ્તરશાસ્ત્રીય પ્રવૃત્તિ તીવ્ર હોય છે. આ વિસ્તાર ભૂકંપ માટે પણ સંવેદનશીલ છે. સ્થાનિકોએ વિસ્ફોટને "બોમ્બ ફેંકાયો હોય" તેવા તીવ્ર ધ્વનિ તરંગ તરીકે વર્ણવ્યો હતો.
IMD અનુસાર, રાખના વાદળો મંગળવાર સાંજ સુધીમાં ભારતીય આકાશમાંથી દૂર થઈ ચીન તરફ આગળ વધશે.
હવાઈ સેવાઓ પ્રભાવિત:
જ્વાળામુખીની રાખને કારણે ભારતમાં હવાઈ સેવાઓ મોટા પ્રમાણમાં પ્રભાવિત થઈ હતી. ભારતના ઉડ્ડયન નિયમનકાર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ એરલાઇન્સને જાહેર કરાયેલા રાખ પ્રભાવિત વિસ્તારોથી સખત રીતે દૂર રહેવા અને ફ્લાઇટ પ્લાનિંગમાં ફેરફાર કરવા માટે સલાહ આપી હતી.
એર ઇન્ડિયાએ સાવચેતીના પગલા તરીકે જ્વાળામુખી વિસ્ફોટ બાદ ચોક્કસ ભૌગોલિક સ્થળો પર 11 જેટલી ફ્લાઇટ્સ રદ્દ કરી હતી. IndiGo જેવી અન્ય એરલાઇન્સે પણ મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આંતરરાષ્ટ્રીય ઉડ્ડયન સંસ્થાઓના સહયોગમાં સ્થિતિ પર નજર રાખી હોવાનું જણાવ્યું હતું. રદ થયેલ ફ્લાઈટની તમામ જાણકારી એર ઇન્ડિયાએ X પર જાહેર કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ