અમિત શાહનો ગુજરાત પ્રવાસ: રાહુલ ગાંધી પર પ્રહાર
રાહુલ ગાંધી પર આકરા પ્રહાર, 2029માં મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે

અમિત શાહ

અમિત શાહ
કેન્દ્રીય ગૃહ અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે. આ દરમિયાન તેમણે અમદાવાદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપી. સૌથી પહેલા તેઓ શેલામાં IMA ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત રાષ્ટ્રીય કોન્ફરન્સ (IMA NATCON 2025)માં પહોંચ્યા, જ્યાં તેમણે ડોક્ટરોની પ્રશંસા કરી અને આરોગ્ય ક્ષેત્રમાં નવા એથિક્સ બનાવવાની સલાહ આપી. ત્યારબાદ અમદાવાદમાં AMC દ્વારા નાખવામાં આવેલી નવી ટ્રંક મેઇન લાઇનનું લોકાર્પણ કર્યું. આ પછી નવા વણઝરાના અસરગ્રસ્ત પરિવારોને સનદ અર્પણ કાર્યક્રમમાં પહોંચ્યા, જ્યાં તેમણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા.
નવા વણઝરાના ભવાની ચોકમાં યોજાયેલા સનદ અર્પણ કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે, "રાહુલ ગાંધીએ પૂછ્યું કે દર વખતે અમે જ કેમ ચૂંટણી હારીએ છીએ? રાહુલ બાબા, આ કાર્યક્રમ જોઈને સમજાશે કે તમે કેમ હારો છો. અમે રામ મંદિર બનાવીએ તો તમે વિરોધ કરો, આર્ટિકલ 370 હટાવીએ તો વિરોધ કરો, કાશી-મથુરા મંદિરનું કામ કરીએ તો વિરોધ કરો, કોમન સિવિલ કોડ લાવીએ તો વિરોધ કરો. જનતા જે ગમે તેનો તમે વિરોધ કરો છો, તો મત ક્યાંથી મળે?" વધુમાં તેમણે હુંકાર કર્યો કે, "રાહુલ બાબા, અત્યારે થાકી ન જાઓ, બંગાળ અને તમિલનાડુમાં પણ હારવાનું છે. પરંતુ 2029માં નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં ભાજપની સરકાર બનશે."
આ કાર્યક્રમમાં 1973થી પડતર રહેલા વણઝરા પરિવારોને સનદ અર્પણ કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. અમિત શાહે કહ્યું કે, "આ વર્ષો જૂની માંગણીને સંવેદનશીલતાથી પૂરી કરી છે, કોઈ આંદોલન વગર."
IMA NATCON 2025માં અમિત શાહે ડોક્ટરોને શુભેચ્છા પાઠવી અને કહ્યું કે, "આરોગ્ય ક્ષેત્રમાં નવા એથિક્સ બનાવવાની જરૂર છે, કારણ કે 100 વર્ષ પહેલાના એથિક્સ હવે ગાયબ થઈ ગયા છે." મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કાર્યક્રમને સંબોધિત કર્યો અને કોરોના સમયે ડોક્ટરોની કામગીરીની પ્રશંસા કરી.
અમદાવાદમાં નવી ટ્રંક મેઇન લાઇનના લોકાર્પણમાં વૈષ્ણોદેવી સર્કલથી સનાથલ સુધીની લાઇનનો સમાવેશ થાય છે. આ પ્રવાસ દરમિયાન અમિત શાહે વિકાસકાર્યો અને સામાજિક કાર્યો પર ભાર મૂક્યો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ