જયપુરમાં એર ઈન્ડિયાની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
18 મિનીટમાં જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું

એર ઇન્ડિયા

એર ઇન્ડિયા
એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઈટમાં ખામી સર્જાઈ છે. જયપુર થી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે જયપુરમાં જ ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ફ્લાઈટ નંબર -AI-612 જયપુર એરપોર્ટ પરથી 2 વાગે ટેકઓફ થયું હતું. ત્યાર બાદ તે ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જેના કારણે ટેકઓફની 18 મિનીટમાં જયપુર એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડીંગ કરવામાં આવ્યું હતું
વિમાનની તપાસ શરૂ કરવામાં આવી :
પાયલટે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડીંગ કરી લીધું હતું. જેના કારણે તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાનના લેન્ડીંગ બાદ તુરંત એરપોર્ટનો સ્ટાફ દોડી આવ્યો હતો. વિમાનની ટેકનિકલ તપાસ શરૂ કરવામાં આવી છે. એર ઇન્ડિયા અને એરપોર્ટ ઓથોરીટીની ટીમેં ટેકનિકલ કારણોની તપાસ શરૂ કરી દીધી છે.
પાયલટની સુચકતાને કારણે મોટી દુર્ઘટના ટળી :
ફ્લાઈટ ઈમરજન્સી લેન્ડીંગ કરવાની નોબત આવતા તમામ પ્રવાસીઓમાં ચિંતા થવા લાગી હતી. ત્યાર બાદ પાયલોટે સુરક્ષિત લેન્ડીંગ કરતા તમામ મુસાફરોમાં હાશકરો લીધો હતો. આમ આ રીતે પાયલોટની સમયસુચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી હતી. ત્યારે બીજી તરફ એર ઇન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...