જનતાના અવાજની જીત
ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ: CJI, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPની ઉજવણી

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Jantar Mantar Protest Update: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે જંતર-મંતર પર રાજકીય અને સામાજિક માહોલ ગરમાયો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPના કાર્યકરો અને સમર્થકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.જંતર-મંતર ખાતે એકત્ર થયેલા પ્રદર્શનકારીઓએ આ ઘટનાને પોતાની લડતની જીત તરીકે ગણાવી અને ઉજવણી કરી હતી.આ દરમિયાન CJPના નેતા અભિજીત દીપકે કાર્યકરોને સંબોધતા કહ્યું હતું કે, "ઝુકતી હૈ દુનિયા, ઝુકાને વાલા ચાહીએ"તેમના આ નિવેદન બાદ સ્થળ પર હાજર કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. તેમણે જણાવ્યું કે સતત લોકશાહી માર્ગે કરવામાં આવેલા આંદોલન અને જન અવાજની અસર હવે દેખાઈ રહી છે.
લોકશાહીમાં ડરવાની જરૂર નથી,આપણે કરી બતાવ્યું :અભિજીત દીપકે
જંતર-મંતર પર એકત્રિત થયેલા વિદ્યાર્થીઓ અને સમર્થકોને સંબોધતા અભિજીત દીપકેએ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે,અમે કરી બતાવ્યું. લોકો કહેતા હતા કે આ સરકારમાં રાજીનામા નથી પડતા, પરંતુ અમે સાબિત કરી દીધું કે "ઝુક્તિ હૈ દુનિયા, ઝુકાનેવાલા ચાહિયે'."તેમણે ઉમેર્યું કે આ રાજીનામું એ વાતનો પુરાવો છે કે જો જનતા ડર્યા વગર સરકાર સામે અડગ રહે, તો લોકશાહીમાં કોઈપણ મંત્રી પાસે રાજીનામું લેવડાવી શકાય છે. આ પ્રસંગે નીટ પેપર લીકની ઘટનાને કારણે જીવ ગુમાવનારા તમામ વિદ્યાર્થીઓનું સ્મરણ કરીને મંચ પરથી એક પછી એક તમામના નામ વાંચીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ સમગ્ર ઘટનાક્રમનો વીડિયો કૉક્રોચ જનતા પાર્ટીના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી પણ પોસ્ટ કરવામાં આવ્યો હતો.
જંતર-મંતર બન્યું વિરોધનું કેન્દ્ર
દિલ્હીનું જંતર-મંતર હંમેશા સામાજિક અને રાજકીય આંદોલનોનું મહત્વનું કેન્દ્ર રહ્યું છે.વિવિધ મુદ્દાઓને લઈને દેશભરમાંથી લોકો અહીં આવીને પોતાની માંગ રજૂ કરતા હોય છે.ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર CJPના કાર્યકરો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કેટલાક કાર્યકરોએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની માંગને મળેલી સફળતા તરીકે આ ઘટનાને રજૂ કરી હતી.કાર્યકરોના હાથમાં બેનર અને પોસ્ટર જોવા મળ્યા હતા.તેમણે કહ્યું કે આ માત્ર એક વ્યક્તિનો મુદ્દો નથી પરંતુ સમગ્ર શિક્ષણ વ્યવસ્થામાં જવાબદારી અને પારદર્શિતાનો મુદ્દો છે.
આંદોલન હમણાં જ પૂરું નહીં થાય
શિક્ષણ મંત્રીના રાજીનામા બાદ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે કે સમાપ્ત થશે તે અંગેની ભવિષ્યની રૂપરેખા આપતાં અભિજીત દીપકેએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ આંદોલન હમણાં જ અહીં પૂરું થવાનું નથી. તેમણે સંકેત આપ્યો હતો કે માત્ર મંત્રીનું રાજીનામું એ તેમનું અંતિમ લક્ષ્ય ન હતું, પરંતુ સમગ્ર પરીક્ષા પ્રણાલીની પારદર્શિતા, NTAમાં સુધારા અને પીડિત વિદ્યાર્થીઓને સંપૂર્ણ ન્યાય ન મળે ત્યાં સુધી તેમનો લડાયક મોરચો યથાવત રહેશે.
રાજીનામું મળ્યું,પણ બાકીની બે મુખ્ય માંગણીઓ માટે લડાઈ રહેશે ચાલુ
શિક્ષણ મંત્રીના પદત્યાગ બાદ પણ આંદોલન પૂર્ણ થયું નથી તે સ્પષ્ટ કરતા સીજેપી સંસ્થાપકે જણાવ્યું હતું કે તેમની બે મુખ્ય માંગણીઓ હજુ પણ બાકી છે.
આર્થિક વળતર:NEET પેપર લીક વિવાદ બાદ આત્મહત્યા કરનારા તમામ પીડિત વિદ્યાર્થીઓના પરિવારોને ₹૧ કરોડનું વળતર આપવામાં આવે.
પોલીસ સામે કાર્યવાહી:૨૦ જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ સાથે અસભ્ય વર્તન કરનારા અને બળપ્રયોગ કરનારા પોલીસ અધિકારીઓ સામે કડક કાનૂની પગલાં ભરવામાં આવે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.
NTAમાં મોટા પાયે ફેરફાર અને સિસ્ટમમાં કડક પગલાં
બીજી તરફ, કેન્દ્ર સરકારે પણ આ મામલે કડક વલણ અપનાવ્યું છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) ના ૪૭ અધિકારીઓને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે અને તેમની સામે ક્રિમિનલ કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે. આ અગાઉ ઉચ્ચ શિક્ષણ સચિવ અને વરિષ્ઠ IAS અધિકારી વિનીત જોશીને પણ તેમના પદ પરથી હટાવી દેવાયા હતા. વિનીત જોશી CBSE ના અધ્યક્ષ, NTA ના પ્રથમ મહાનિર્દેશક અને UGC ના કાર્યવાહક અધ્યક્ષ જેવા મહત્વના પદો પર સેવાઓ આપી ચૂક્યા છે. CJP ના આક્રમક વલણ અને દેશવ્યાપી આક્રોશને ધ્યાનમાં રાખીને સરકારે પરીક્ષા પ્રણાલીને પારદર્શક બનાવવા માટે આ મોટા પાયે સુધારા હાથ ધર્યા છે.
આંદોલનકારીઓએ ગણાવી લડતની જીત
જંતર-મંતર પર હાજર કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. કેટલાક કાર્યકરોએ જણાવ્યું કે તેઓ લાંબા સમયથી પોતાની માંગને લઈને રસ્તા પર ઉતર્યા હતા અને હવે તેમની વાત સાંભળવામાં આવી રહી છે.તેમણે કહ્યું કે લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે. આ અધિકાર દ્વારા લોકો પોતાની સમસ્યાઓ સરકાર સુધી પહોંચાડી શકે છે.કાર્યકરોનું માનવું છે કે આ ઘટનાથી અન્ય લોકોમાં પણ પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવાનો આત્મવિશ્વાસ વધશે.
CJPનો આગળનો કાર્યક્રમ
CJP કાર્યકરોનું કહેવું છે કે તેમનો સંઘર્ષ હજુ પૂર્ણ થયો નથી. તેઓ શિક્ષણ ક્ષેત્રમાં વધુ પારદર્શિતા અને જવાબદારી માટે પોતાની લડત ચાલુ રાખશે.સંગઠન તરફથી આગામી દિવસોમાં પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે તેવી શક્યતા છે. કાર્યકરોનું કહેવું છે કે વિદ્યાર્થીઓના હિત માટે સતત અવાજ ઉઠાવવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?