૬ કરોડ મૃતકોના આધાર કાર્ડ હજી પણ એક્ટિવ
બેંક છેતરપીંડી અને સરકારી યોજનાઓમાં ગોટાળાનું જોખમ વધ્યું

મૃતકોના આધાર કાર્ડ હજી પણ એક્ટિવ

મૃતકોના આધાર કાર્ડ હજી પણ એક્ટિવ
આધાર શરૂ થયાને ૧૫ વર્ષ પૂરા થયા, ૧૪૨ કરોડથી વધુ આધાર નંબર જારી થયા, પરંતુ ૮ કરોડ લોકોના મૃત્યુ છતાં માત્ર ૧.૮૩ કરોડ કાર્ડ જ નિષ્ક્રિય થયા છે. એટલે કે આશરે ૬ કરોડ મૃતકોના આધાર કાર્ડ હજી પણ એક્ટિવ છે! આનાથી બેંકોમાં ખોટા ખાતા, રેશન ગોટાળા, પેન્શન ચોરી અને સરકારી યોજનાઓના લાભોની લૂંટ થવાનું ભયાનક જોખમ વધી ગયું છે.
UIDAIના CEO ભુવનેશ કુમારે જણાવ્યું: "૨૦૧૬થી અત્યાર સુધીમાં આશરે ૮ કરોડ આધાર ધારકોનું મૃત્યુ થયું છે. અમને રજિસ્ટ્રાર જનરલ ઓફ ઇન્ડિયા (RGI) પાસેથી માત્ર ૧.૫૫ કરોડ મૃતકોનો ડેટા મળ્યો છે. બાકીના રાજ્યોનો ડેટા મેળવવાનું કામ ચાલુ છે. મૃત્યુ નોંધણી હજી પણ ખૂબ જ કેઝ્યુઅલ છે."
નિષ્ક્રિયતાની ધીમી ગતિચાર મહિના પહેલા UIDAIએ મૃત્યુ સૂચના પોર્ટલ શરૂ કર્યું, જેથી પરિવારજનો ઓનલાઇન આધાર નિષ્ક્રિય કરાવી શકે. પરંતુ અત્યાર સુધી માત્ર ૩,૦૦૦ લોકોએ જ માહિતી આપી, એમાંથી ફક્ત ૫૦૦ કેસની પુષ્ટિ થઈ અને કાર્ડ બંધ થયા!
ડેટા મેચિંગમાં ગડબડUIDAIએ દેશવ્યાપી સર્વે શરૂ કર્યો છે. દર વર્ષે મૃત્યુનો આંકડો ૫૬ લાખથી વધીને ૮૫ લાખ થયો છે. નાગરિકોને અપીલ: પરિવારમાં કોઈનું મૃત્યુ થાય તો તરત જ myaadhaar.uidai.gov.in પર જઈને અથવા ૧૯૪૭ પર કોલ કરીને આધાર નિષ્ક્રિય કરાવો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ