વારાણસી ફ્લાઈટમાં મોટો અકસ્માત ટળ્યો!
બેંગલુરુ-વારાણસી ફ્લાઈટમાં યુવકે ઈમરજન્સી એક્ઝિટ ખોલવાનો પ્રયાસ કરતા મુસાફરોના જીવ તાળવે..

વારાણસી ફ્લાઈટમાં મોટો અકસ્માત ટળ્યો

વારાણસી ફ્લાઈટમાં મોટો અકસ્માત ટળ્યો
બેંગલુરુથી વારાણસી આવી રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં શનિવારે રાત્રે એક મુસાફરની વિચિત્ર હરકતને કારણે મોટો અકસ્માત સર્જાતા રહી ગયો હતો. ઉત્તર પ્રદેશના મઉ જિલ્લાના રહેવાસી મોહમ્મદ અદનાન નામના મુસાફરે લેન્ડિંગની ગણતરીની મિનિટો પહેલા ફ્લાઈટનો ઈમરજન્સી દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો.
બાદમાં જ્યારે સુરક્ષાકર્મીઓએ તેની પૂછપરછ કરી ત્યારે તેણે એવો વિચિત્ર દાવો કર્યો હતો કે તેના પર 'ભૂતનો વળગાડ' હતો.
લેન્ડિંગ પહેલા સર્જાયો ગભરાટ
ફ્લાઈટ 6E-185 જ્યારે વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી એરપોર્ટ પર ઉતરવાની તૈયારીમાં હતી અને જમીનથી માત્ર 500 ફૂટની ઊંચાઈ પર હતી, ત્યારે અદનાને અચાનક ઈમરજન્સી એક્ઝિટ ડોર ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કેબિન ક્રૂની સતર્કતાને કારણે પાયલટે તાત્કાલિક લેન્ડિંગ રદ કરીને 'ગો-અરાઉન્ડ' (ફરી હવામાં ચક્કર લગાવવું) કર્યું હતું અને સ્થિતિ થાળે પડ્યા બાદ રાત્રે 10:35 વાગ્યે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું.
પ્લેન સુરક્ષિત રીતે ઉતર્યા બાદ અદનાનને CISF અને એરલાઈન્સના સુરક્ષા કર્મચારીઓને સોંપવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે દાવો કર્યો હતો કે તેને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું અને તેના પર ભૂત સવાર હતું.
જોકે, પોલીસ સ્ટેશનમાં પૂછપરછ દરમિયાન તેણે એવું પણ કહ્યું કે તે ગોવાથી વેકેશન માણીને પરત ફરી રહ્યો હતો અને તેને ખબર નહોતી કે તે જે હેન્ડલ ખેંચી રહ્યો છે તે ઈમરજન્સી એક્ઝિટનો છે.
પોલીસે તપાસ શરૂ કરી
વારાણસી પોલીસે આ મામલે ગંભીર નોંધ લીધી છે અને મુસાફર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, મુસાફરની આવી હરકતથી પ્લેનમાં સવાર અન્ય મુસાફરો ભારે ગભરાઈ ગયા હતા. હાલમાં પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે અને મઉ ખાતે રહેતા તેના પરિવારને પણ જાણ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?