ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી 9 શ્રમિકોના થયા ગુમ
ઉત્તરકાશીમાં વાદળ ફટવાની સ્થિતિમાં 9 શ્રમિકો ગુમ થયાના સમાચાર, ઘણા હાઇવે બંધ કરાયા ઉપરાંત ખેતીની જમીનને પણ નુકસાન

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી તારાજી

ઉત્તરકાશીમાં વાદળ ફાટવાથી તારાજી
ઉત્તરકાશી જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. રવિવારે વહેલી સવારે યમુનોત્રી મંદિર તરફ જતા બારકોટ વિસ્તારમાં વાદળ ફાટવાની સ્થિતિ સર્જાઇ છે. સિલાઈ બેન્ડ નજીક ભારે વરસાદ હોવાથી શ્રમિકો ગુમ થયા હોવાનું ડિઝાસ્ટર કંટ્રોલ રૂમે જણાવ્યું હતું.
બારકોટ પોલીસ સ્ટેશનના SHO દીપક કઠૈતે જણાવ્યું હતું કે, યમુનોત્રી હાઇવે પર વહેલી સવારે વાદળ ફાટવાથી યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પરથી લગભગ નવ માર્ગ બાંધકામ શ્રમિકો તણાઈ ગયા હોવાની આશંકા છે.
એક ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ અને જોયું કે રસ્તાના બાંધકામના કામમાં રોકાયેલા શ્રમિકો ત્યાં તંબુઓ લગાવીને રહેતા હતા. ભારે વરસાદમાં તેઓ તણાઈ ગયા હોવાની આશંકા છે. અત્યાર સુધીમાં આઠથી નવ લોકો ગુમ થયાના અહેવાલ છે. મળતી માહિતી મુજબ ગુમ થયેલા બધા શ્રમિકો નેપાળી મૂળના છે
વાદળ ફાટવાના કારણે સિલાઈ વળાંક સહિત ઘણી જગ્યાએ હાઇવે બંધ છે. જિલ્લાના કુથનૌર ગામમાં ભારે વરસાદથી ખેતીની જમીનને નુકસાન થયું હોવાની પણ માહિતી છે. ઓઝરી નજીકનો રસ્તો પણ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો છે. ખેતીના ખેતરો કાટમાળથી ભરાઈ ગયા છે. સ્યાનચટ્ટીમાં કુપડા કુંશાલા ત્રિખિલી મોટર બ્રિજ પણ જોખમમાં છે અને ભારે વરસાદને કારણે યમુના નદીનું પાણીનું સ્તર પણ વધી ગયું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ