ગુજરાતમાં 78માં સ્વાતંત્ર્ય દિવસની દબદબાભેર ઉજવણી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નડિયાદમાં ધ્વજવંદન કરી ઉજવણી કરી

78th Independence Day celebrations in Gujarat

78th Independence Day celebrations in Gujarat
દેશભરમાં ઉત્સાહભેર 78માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતમાં રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ખેડાના જિલ્લા મથક નડિયાદમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.
નડિયાદના કપડવંજ રોડ ઉપર એસઆરપી કેમ્પ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરીને તિરંગાને લહેરાવ્યો હતો. ત્યારબાદ તિરંગાની સલામી ઝીલી પરેડનું નિરીક્ષણ કર્યુ હતુ.
આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ગુજરાતીઓ દેશભક્તિના રંગેરંગાયા હતા. રાજ્યમાં ઠેર-ઠેર સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાયુ હતુ.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. તેમણે જણાવ્યુ કે, આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સૌ નાગરિકો માટે આર્શિવાદરૂપ બની છે.
આ યોજનામાં ગુજરાતમાં 2 કરોડથીવધુ ગરીબોને આરોગ્ય સેવા મળી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં વધારાનું પાણી આવ્યું છે. તેમાં ઉત્તરગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો ભરી યોગ્ય જળ વ્યવસ્થા કરવામાં આવી છે.
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી 43 લાખથી વધુ ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવી છે. તેના કારણે 9 લાખ ખેડૂતો 7 લાખથી વધુ એકર જમીન પર પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.
રાજ્યમાં માર્ગોના વિસ્તુતિકરણ અને મજબૂતીકરણ માટે 5 હજાર કરોડની ફાળવણી કરવામાં આવી છે. કચ્છમાં વિશ્વના સૌથી મોટા 37 ગીગા વોટના સોલાર વિન્ડ હાઈબ્રિડ એનર્જીપાર્કનું નિર્માણ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.
રાજ્યમાં નવા ધંધા રોજગારની તકો વિકસે તે માટે ભવિષ્યલક્ષી આયોજન અત્યારથી જ કરવામાં આવી રહ્યુ છે. આદિકાળથી ગુજરાત વેપાર વાણિજ્યનું કેન્દ્ર રહ્યું છે.વિકસિત ગુજરાતના નિર્માણનો આપણે નિર્ધાર કર્યો છે.
દરેક ગામ અમૃત સરોવરો ઉભા કરવાના હોય કે મારી માટી મારો દેશનો સંકલ્પ હોય ગુજરાતે દેશમાં હંમેશા અગ્રેસર રહેવાની પરંપરા જાળવી રાખી છે.હર ઘર તિરંગા અભિયાનમાં પણ ગુજરાત ઉમંગભેર જોડાયું છે. મુખ્યમંત્રીએ ઉમેર્યુ કેએક પેડ માં કે નામ અભિયાનમાં ગુજરાતે સવા સાત કરોડ વૃક્ષ વાવી દેશમાં બીજું સ્થાન મેળવ્યું છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?