ગંગાસ્નાન માટે જતા શ્રદ્ધાળુઓ ટ્રેન અકસ્માતનો ભોગ!
પ્લેટફોર્મને બદલે ટ્રૅક પર ઉતરતાં ટ્રેનની અડફેટમાં આવ્યા, સ્પીડ વધુ હોવાથી અક્સ્માત

UP મિર્ઝાપુર ટ્રેન અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓનાં મોત

UP મિર્ઝાપુર ટ્રેન અકસ્માતમાં 7 શ્રદ્ધાળુઓનાં મોત
ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં આવેલા ચુનાર રેલવે સ્ટેશન પર બુધવારે સવારે એક હૃદય કંપાવી દેનારી દુર્ઘટના સર્જાઈ છે. કાર્તિક પૂર્ણિમાના પાવન અવસર પર ગંગા સ્નાન માટે જઈ રહેલા 7થી 8 શ્રદ્ધાળુઓ કાલકા એક્સપ્રેસ ટ્રેનની અડફેટમાં આવી ગયા હતા. આ અકસ્માતમાં 6 મહિલાઓ સહિત 8 લોકોના કરૂણ મૃત્યુ થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.
પ્લેટફોર્મ છોડી ટ્રેક ક્રોસ કરવો પડ્યો ભારે
આ દુર્ઘટના સવારે 9:30 વાગ્યે ચુનાર રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર બની હતી. ચૉપનથી આવેલી પેસેન્જર ટ્રેન પ્લેટફોર્મ નંબર 4 પર ઊભી હતી. કાર્તિક પૂર્ણિમાના કારણે સ્ટેશન પર શ્રદ્ધાળુઓની ભારે ભીડ હતી.
પોલીસ અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, ભીડ હોવાના કારણે કેટલાક શ્રદ્ધાળુઓ પ્લેટફોર્મ પર ન ઉતરતા ગંગા ઘાટ તરફ જવા માટે સીધા જ ટ્રેક પર ઉતરીને ક્રોસ કરવા લાગ્યા. આ જ સમયે બાજુના ટ્રેક પરથી કાલકા એક્સપ્રેસ ટ્રેન ધડધડાટ પસાર થઈ.
ટ્રેનની ઝડપ વધુ હોવાથી અકસ્માતની ગંભીરતા વધી
રેલવે અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે કાલકા એક્સપ્રેસનું ચુનાર સ્ટેશન પર સ્ટોપેજ નહોતું, જેના કારણે તેની ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી. શ્રદ્ધાળુઓ કંઈ સમજી શકે તે પહેલાં જ 7-8 લોકો ટ્રેનની ચપેટમાં આવી ગયા. આ ટક્કર એટલી જોરદાર હતી કે મૃતદેહોના ટુકડા રેલવે ટ્રેક પર વિખેરાઈ ગયા હતા. મૃતકોમાં 28 વર્ષની સવિતા, 16 વર્ષની સાધના (સગી બહેનો), 12 વર્ષની સગીરા શિવકુમારી, અંજુ દેવી (20), સુશીલા દેવી (60) અને કલાવતી દેવી (50) સહિત કુલ 6 મહિલાઓનો સમાવેશ થાય છે.
ઘટનાની જાણ થતા જ રેલવેના વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પણ આ દુર્ઘટનાની સંજ્ઞાન લીધી છે. જીઆરપી (GRP) દ્વારા મૃતદેહોને બોડી બેગમાં ભરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે અને તમામ મૃતકોની ઓળખ થઈ ચૂકી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ