ભરૂચમાં 5,000 કરોડનું ડ્રગ ઝડપાયું
ત્રણ શખ્સોની અટકાયત કરાઈ

5,000 કરોડનું ડ્રગ ઝડપાયું

5,000 કરોડનું ડ્રગ ઝડપાયું
દિલ્હી NCB અને ગુજરાત ATSએ ભરૂચના અંકલેશ્વરમાં રેઈડ કરી 5,000 કરોડ રૂપિયાનું 518 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું છે. વધુમાં ત્રણ શખ્સોની અટકાયત કરાઈ છે.અંકલેશ્વરમાંથી અંદાજે 5 હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાતા ખળભળાટ મચ્યો છે. દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી અંકલેશ્વરમાં ચાલતા ડ્રગ્સના કાળો કારોબારનો પર્દાફાશ કર્યો છે.
દિલ્હીના સ્પેશિયલ સેલે મહિપાલપુરમાં તુષાર ગોયલ નામના વ્યક્તિના વેરહાઉસ પર દરોડો પાડીને 562 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક ગાંજાના માલસામાનને જપ્ત કર્યો હતો
દિલ્હીના રમેશનગરમાં એક દુકાનમાંથી 208 કિલો વધારાનું કોકેન મળી આવ્યું હતું.પૂછપરછ દરમિયાન બહાર આવ્યું હતું કે ઝડપાયેલી દવા ફાર્મા સોલ્યુશન સર્વિસીસ નામની કંપનીની છે અને આ દવા ગુજરાતના અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ લિમિટેડ કંપનીમાંથી આવી હતી. આ કેસમાં અત્યાર સુધી 13 હજાર કરોડની કિંમતનો 1,289 કિલો કોકેઈન અને 40 કિલો હાઈડ્રોપોનિક થઈ ગાંજાનો જથ્થો રિકવર કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર GIDC માં રેઈડ : ડ્રગ્સ સામે કેન્દ્ર સરકારની 'ઝીરો ટોલરન્સ' નીતિ અને 'ડ્રગ ફ્રી ઇન્ડિયા કેમ્પેઇન' હેઠળ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસે એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. જે અંતર્ગત અંકલેશ્વર GIDC માં તપાસ કરતા મોટી સફળતા મળી છે. અંદાજે પાંચ હજાર કરોડનું કોકેઈન ડ્રગ મળી આવતા બંધ બારણે ચાલતા કાળા કારોબારનો પર્દાફાશ થયો છે.
5,000 કરોડનું કોકેઈન ડ્રગ : મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસ અને ગુજરાત પોલીસના સ્પેશિયલ સેલે રવિવારના રોજ ગુજરાતના અંકલેશ્વર GIDC માં સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. આ સર્ચ દરમિયાન અહીં સ્થિત આવકાર ફાર્મામાં 518 કિલો કોકેન જપ્ત કર્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત લગભગ 5,000 કરોડ રૂપિયા છે. આ મામલે દિલ્હી અને ગુજરાત પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી ઓપરેશન ચાલી રહ્યું હોવાની માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહી છે.જેમાં પોલીસે મોડી રાત્રે કંપનીના 3 ડિરેક્ટર સહિત 5 લોકોની ધરપકડ કરી અને ડિરેક્ટર અશ્વિન રામાણી, બ્રિજેશ કોઠિયા, વિજય ભેસાણિયા તેમજ અન્ય 2 કેમિસ્ટની ધરપકડ કરી , પાંચેય આરોપીને કોર્ટમાં રજૂ કરાયા બાદ દિલ્હી લઈ જવાશે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?